Last Updated on by Sampurna Samachar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા તસ્કરોને ઝડપ્યા
પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સેટેલાઇટમાં ઉત્તરાયણ દરમિયાન થયેલી કરોડોની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રીઢા ગુનેગાર કમલેશ ઉર્ફે ગૂગો પરમાર અને મેહુલ પરમારની ધરપકડ કરી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારની માણેકબાગ સોસાયટીમાં ગત ઉત્તરાયણ દરમિયાન થયેલી કરોડોની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રીઢા ગુનેગાર કમલેશ ઉર્ફે ગૂગો પરમાર અને મેહુલ પરમારની ધરપકડ કરી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
CCTV કેમેરાનું DVR ચોરી સાબરમતીમાં ફેંક્યુ હતુ
માણેકબાગ સોસાયટીમાં રહેતા જાણીતા ડૉક્ટર અને તેમનો પરિવાર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ૧૬ જાન્યુઆરીના રોજ દુબઈ ફરવા ગયો હતો. આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આરોપીઓ રિક્ષા લઈને આવ્યા હતા અને આશરે એકથી દોઢ કલાક સુધી ઘરમાં રહીને સેફ લોકર તોડ્યું હતું. લોકરમાંથી ૨૦૩.૫ તોલા સોનાના દાગીના, ડાયમંડના ઘરેણાં અને ૪૫ લાખ રોકડ મળી કુલ ૧.૪૭ કરોડની મતાની ચોરી કરી હતી.
શાતિર તસ્કરોએ ઓળખ છુપાવવા માટે ઘરના સીસીટીવી કેમેરાનું DVR પણ ચોરી લીધું હતું અને બાદમાં તેને સાબરમતી નદીમાં ફેંકી દીધું હતું. જોકે, ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આસપાસના રસ્તાઓના ૨૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંનેને ઝડપી પાડ્યા હતા.