Last Updated on by Sampurna Samachar
મદ્રેસામાં ૭.૫૦ લાખની ચોરીનું પાપ છુપાવવા આગ લગાવી
આ ગુનામાં પકડાયેલો આરોપી બીજું કોઈ નહીં પણ તે જ મદ્રેસામાં સાફ–સફાઈની સેવા આપતો અબ્દુલ સમદછે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉન–ભેસ્તાન રોડ પર આવેલી એક મદ્રેસામાં થયેલી મોટી ચોરી અને આગજનીની ઘટનામાં સુરત પોલીસે મોટીસફળતા મેળવી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે આ સમગ્ર કાંડનો પર્દાફાશ કરી દીધો છે. ચોંકાવનારી વાતએ છે કે, આ ગુનામાં પકડાયેલો આરોપી બીજું કોઈ નહીં પણ તે જ મદ્રેસામાં સાફ–સફાઈની સેવા આપતોઅબ્દુલ સમદ છે.

મળતી માહિતી મુજબ, આરોપી અબ્દુલ સમદ મદ્રેસાની તમામ ગતિવિધિઓથી વાકેફ હતો. તેણે મદ્રેસાનીઓફિસને નિશાન બનાવી હતી અને ડોનેશન પેટે ભેગા થયેલા રૂપિયા ૭.૫૦ લાખની મોટી રકમની ચોરીકરી હતી. ચોરી કર્યા બાદ પોતે પકડાઈ ન જાય અને પુરાવા નષ્ટ થઈ જાય તે હેતુથી તેણે ઓફિસમાં રાખેલામહત્વના દસ્તાવેજો અને ફાઈલોને આગ ચાંપી દીધી હતી.
ચોરી કરેલી રકમ રિકવર કરવાની તજવીજ હાથ ધરી
ચોરી અને આગની ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીતપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મદ્રેસામાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અબ્દુલ સમદ શંકાસ્પદહાલતમાં જોવા મળ્યો હતો. ફૂટેજના આધારે પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા તેણે પોતાનો ગુનો કબૂલીલીધો હતો.
સુરત પોલીસે આરોપી અબ્દુલ સમદની ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલી રકમ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. વિશ્વાસઘાત અને ચોરીના આ કિસ્સાએ સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય જગાવ્યું છે. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ ચોરી અને આગજનીના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલભેગોકર્યો છે.