Last Updated on by Sampurna Samachar
રૂમાલમાંથી પથ્થરનાં 2 ટુકડા નીકળ્યા
વાતોમાં ભોળવી સોનાની બુટ્ટી ચોરી કરી 2 શખ્સ ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં ચોંકાવનારી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે . વડોદરાના ઉંડેરા વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતી એક મહિલાને વાતોમાં ફસાવી બે ગઠીયા સોનાની બુટ્ટીઓ કાઢીને ફરાર થઈ ગયા હતા.

ઉંડેરાની નવી વસાહતમાં રહેતા અને મહાકાળી માતાના મંદિર પાસે પાનનો ગલ્લો ચલાવતા જશોદાબેન સોલંકીએ પોલીસને કહ્યું છે કે, એક શખ્સ સિગારેટ લેવા આવ્યો હતો અને ગલ્લા પાસે બેઠો હતો. ત્યારબાદ બીજો એક શખ્સ આવ્યો હતો અને તેણે નાસ્તાનું પેકેટ લીધું હતું.
પોલીસે તપાસ હાથ ધરી
થોડીવાર બાદ પહેલા આવેલો શખ્સ ફરીથી આવ્યો હતો અને વાતોમાં ફસાવી રૂમાલમાં મારી અઢી ગ્રામની બે બુટ્ટી મુકાવી હતી. ત્યારબાદ બીજો શખ્સ પણ આવ્યો હતો અને વાતોમાં ભોળવી હતી. તેમને શું થઈ ગયું તેની કોઈ જાણ રહી ન હતી. ગઠીયાએ તેમને રૂમાલ ગાંઠ મારીને પરત કર્યો હતો જે થોડીવાર બાદ મેં જોતા અંદરથી બુટ્ટી ગાયબ હતી અને તેની જગ્યાએ બે પથ્થરના ટુકડા હતા. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે