Last Updated on by Sampurna Samachar
ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં ડૂબ્યા ૪ યુવકો: બેના મોત, બે હજુ લાપતા
બે અલગ બનાવમાં ૪ યુવકો ડૂબ્યા બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર જિલ્લામાં નર્મદા કેનાલમાં ડૂબી જવાના બે અલગ-અલગ બનાવોએ ચિંતા ફેલાવી છે. કુલ ચાર યુવકો પાણીમાં વહાઈ ગયા હતા, જેમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય બે યુવકોની શોધખોળ હજુ ચાલુ છે. પ્રથમ બનાવ ગતરોજ વલાદ નજીક નર્મદા કેનાલમાં બન્યો હતો. માહિતી મુજબ, યુવકો હાથ-પગ ધોવા માટે કેનાલ પાસે ગયા હતા. આ દરમિયાન એક યુવક લપસી જતા પાણીમાં પડી ગયો અને તેને બચાવવા જતા અન્ય યુવક પણ વહેણમાં ફસાઈ ગયો.

આ ઘટનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા યુવકની શોધખોળ ચાલુ છે.બીજો બનાવ રાયપુર પાસે નર્મદા કેનાલ માં બન્યો હતો, જ્યાં બે યુવકો ડૂબ્યા હતા. આ બનાવમાં નિખિલ વાઘેલાની લાશ મળી આવી છે તેના ભાઈની શોધખોળ હજુ ચાલુ છે.
નિખિલ વાઘેલાની લાશ મળી આવી
આ દુર્ઘટનામાં સંકળાયેલા અન્ય યુવકોની ઓળખ પણ સામે આવી છે, સુનિલ ભરતભાઈ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે જયારે રોશન જ્યંતિભાઈ આંબલીયા હજુ પણ લાપતા છે.પોલીસ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા રોશન આંબલીયાની શોધખોળ તેજ કરવામાં આવી છે.સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કેનાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પાણીના તેજ વહેણને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.