Last Updated on by Sampurna Samachar
લાડોલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લાના લાડોલ વિસ્તારમાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શોભાસણાથી ટેચાવાહાઈવે પર પૂરપાટ દોડતા એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વડાલી તાલુકાના પહાડી પોલગામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય એક યુવક પણ ગંભીર રીતેઘાયલ થયો છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ મુજબ, પહાડી પોલ ગામના બે યુવકો કોઈ કામથી બાઈક લઈને મહેસાણા તરફ નીકળ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, તેઓ કોઈને તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન લાડોલવિસ્તારના હાઈવે પર સામેથી આવતા એક ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કેબંને યુવકો બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યો છે. તેની હાલત પણ અત્યંત ગંભીર હોવાથી તેને મહેસાણાની મોટી હોસ્પિટલમાં પણ રેફર કરવામાંઆવી શકે છે.પોલીસને અકસ્માતની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી છે અને ગુનો નોંધીને ફરાર ટેન્કર ચાલકને પકડી પાડવામાટે તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વડાલીના પહાડી પોલ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.