Last Updated on by Sampurna Samachar
આ છોકરાઓ ઘણા સમયથી ગુંડાગીરી કરી રહ્યા છે , ગામલોકોએ કહ્યું
પીડિત યુવકની માતાએ દબંગો સામે પોલીસ ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશમાંથી દબંગોની દબંગગીરીનો મામલો સામે આવ્યો છે. દેવરિયામાંથી એક મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોબરાઈ ગામમાં દબંગ યુવકોએ એક યુવકને ચપ્પલ, થપ્પડ અને બેલ્ટથી ખૂબ માર માર્યો. પીડિત યુવકની માતાએ દબંગો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ૨૯ નવેમ્બરના રોજ સદર કોતવાલી વિસ્તારના ગોબરાઈ ગામમાં બની હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક આ દબંગોને છોડી દેવા માટે વિનંતી કરી રહ્યો, પરંતુ આ દબંગો તેની એક વાત નથી સાંભળી રહ્યા અને તેને તાબડતોડ થપ્પડ અને બેલ્ટથી ર્નિદયતાથી માર મારી રહ્યા છે. વીડિયો વાઈરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આરોપીઓની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા કર્યા. વાસ્તવમાં પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે દબંગોએ યુવકને માર માર્યા પછી તેના ઘર પર હુમલો કર્યો. તેઓએ યુવકના ઘર પર પથ્થરમારો કર્યો અને દરવાજો તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
ઘટના બાદ ચારેય દબંગો ફરાર થયા
ઘર પર થયેલા હુમલા બાદ યુવકનો પરિવાર ખૂબ જ ડરી ગયો, ત્યારબાદ પીડિત યુવકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, મારો દીકરો ૨૯ નવેમ્બરના રોજ બપોરે ૩:૦૦ વાગ્યાની આસપાસ સામાન ખરીદવા માટે બજારમાં ગયો હતો. આ દરમિયાન રસ્તામાં સકરપાર અને ગોબરાઈ ગામના ચાર છોકરાઓએ તેને પકડી લીધો.
તેઓ કોઈ કારણ વગર તેની સાથે લડવા લાગ્યા. જ્યારે મારા દીકરાએ વિરોધ કર્યો, તો તેઓએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી. તેઓએ મારા દીકરાને લાતો, મુક્કા અને બેલ્ટથી ખૂબ માર માર્યો. તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પીડિત યુવકની માતાએ જણાવ્યું કે, મારપીટ દરમિયાન આ દબંગેઓ ચપ્પલ પર થૂંકીને મારા દીકરાને ચટાવ્યું. તેમણે આખી ઘટના તેમના મોબાઈલ ફોનમાં કેદ કરી અને પછી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી દીધો. આનાથી મારા દીકરાની ખૂબ બદનામી થઈ છે. તે ડરી ગયો છે અને ખૂબ જ ટેન્શનમાં છે.
દિવસે બનેલી ઘટના બાદ દબંગેએ રાત્રે અમારા ઘર પર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. તેઓ અમારા ઘરનો મુખ્ય દરવાજો તોડીને અંદર ઘૂસવા માગતા હતા. આ દરમિયાન અમારો આખો પરિવાર ખૂબ જ ડરી ગયો હતો. આવી સ્થિતિમાં અમે બધાએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધા હતા. આ દબંગો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી તેઓ બીજા કોઈની સામે આવું અમાનવીય વર્તન ન કરે.
ઘટનાને અંજામ આપ્યા બાદ આ ચારેય દબંગો ફરાર થઈ ગયા છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી દીધી છે. બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે, આ છોકરાઓ ઘણા સમયથી ગુંડાગીરી કરી રહ્યા છે. તેઓ કોઈની પણ સાથે મારપીટ કરવા લાગી જાય છે, પરંતુ તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તેઓ વારંવાર આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે.