યુવકને સેલ્ફી લેવી ભારે પડી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસ્યો અને ખીણમાં ખાબક્યો

તેને બચાવવા માટે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું, જોકે ભારે જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

આજના યુવકોમાં સેલ્ફીનો જબરો ક્રેજ છે. દેશભરમાં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકો અકસ્માતે મોતને ભેટે છે, તેમ છતાં સેલ્ફીનો ક્રેઝ ઓછો નથી થતો. નદી હોય કે પહાડ, લોકો જીવના જોખમે મોબાઈલ કાઢીને સેલ્ફી લે છે. આ શોખના કારણે અનેકવાર દુર્ઘટનાઓ થાય છે અને સેલ્ફીનો શોખ ઘણીવાર જોખમી બની જાય છે. આવો જ એક કિસ્સો ચેન્નાઈથી સામે આવ્યો છે જ્યાં એક પ્રવાસીએ સાવધાની ન રાખી અને સેલ્ફી લેવાના ચક્કરમાં ૧૦૦ ફૂટથી વધુ ઊંડી ખીણમાં ખાબક્યો. તેને બચાવવા માટે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલ્યું હતું.

 

મળતી માહિતી મુજબ, ચેન્નાઈના નીલગીરીના એક ટુરિસ્ટ પ્લેસ પર એક વ્યક્તિ સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યો હતો. અચાનક તે ૧૦૦ ફૂટથી વધુ ઊંડી ખીણમાં ખાબક્યો. વ્યક્તિ ખીણમાં પડતાં જ ફાયર બ્રિગેડ અને અન્ય સૈન્ય કર્મીઓએ તેને બહાર કાઢવા માટે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું અને અંતે તેને બચાવી લેવામાં આવ્યો. પીડિતની ઓળખ ચેંગલપટ્ટુ જિલ્લાના શિવગુરુનાથન તરીકે થઈ છે.

સેલ્ફી લેવાના ચક્કરમાં તેનો પગ લપસી ગયો

ગુરુવારે તે નીડલ રોક વ્યૂ પોઈન્ટ પર ફરવા ગયો હતો. સેલ્ફી લેવાના ચક્કરમાં તેનો પગ લપસી ગયો અને તે ૧૦૦ ફૂટથી વધુ ઊંડી ખીણમાં પડી ગયો હતો. જો કે ભારે જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે.

આ દુર્ઘટનાની જાણ થતાં ટુરિસ્ટ પ્લેસ પર હડકંપ મચી ગયો હતો. રેસ્ક્યુ ટીમ તરત જ એક્ટિવ થઈ ગઈ, પરંતુ ઓછી વિઝિબિલિટી અને ખીણવાળો વિસ્તાર હોવાથી તેને શોધવામાં ઘણો સમય લાગ્યો હતો.

સ્થાનિક પ્રયાસો પૂરતા નહોતા, એટલે અધિકારીઓએ વેલિંગટન સ્થિત સૈન્ય છાવણીમાંથી મદદ માગી હતી. સશસ્ત્ર દળોએ ફાયર બ્રિગેડ અને બચાવ દળ સાથે મળીને કામ કર્યું હતું. મિશન માટે ખાસ સાધનો અને દોરડાનો ઉપયોગ કર્યો હતો. ઓછી વિઝિબિલિટીમાં પણ રેસ્ક્યુ ટીમોએ હાર ન માની અને આખી રાત પ્રયત્ન કરતા રહ્યા.

મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અંતે કેસ્ક્યુ ટીમ યુવક સુધી પહોંચવામાં સફળ થઈ હતી. જોકે, ઊંડી ખીણ અને અઘરો રસ્તો હોવાથી યુવકને બહાર કાઢવું ખૂબ જ મુશ્કેલ હતું, પણ રેસ્ક્યુ ટીમે આ કામ કરી બતાવ્યું. એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આખી રાત મહેનત બાદ શુક્રવારની સવારે દોરડાની મદદથી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.

હાલ તેની સ્થિતિ સ્થિર છે, પણ ડોક્ટર્સની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની બેદરકારી અંગે ચિંતાને વધારી દીધી છે. અધિકારીઓએ પ્રવાસીઓને સાવધાની રાખવા અને ફોટા લેતા સમયે ખડકના કિનારે ન જવાની અપીલ કરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.