Last Updated on by Sampurna Samachar
પ્રેમાનંદજીના દરબારમાં ગાયિકા ગીતા રબારીએ લલકાર્યું ભજન
ગોકુલ, મથુરા અને વૃંદાવનની યાત્રા કરી રહ્યા છે ગીતા રબારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોતાની આગવી ઓળખ અને સુરીલા અવાજથી ગુજરાતભરમાં લોકપ્રિય બનેલા લોક ગાયિકા ગીતા રબારી હાલમાં ધાર્મિક યાત્રા પર છે. તેઓ હાલમાં ગોકુલ, મથુરા અને વૃંદાવનની યાત્રા કરી રહ્યા છે, જે દરમિયાન તેમણે એક ખાસ જગ્યાએ હાજરી આપી અને ભજન ગાયું હતું.

ગીતા રબારીએ વૃંદાવનમાં મહારાજ પ્રેમાનંદજીના દરબારમાં ખાસ ઉપસ્થિતિ આપી હતી. પ્રેમાનંદજી મહારાજની ભાવભક્તિ અને સાત્વિકતાથી પ્રભાવિત થઈને, કચ્છી કોયલ કંઠી તરીકે જાણીતા ગીતા રબારીએ તેમના દરબારમાં એક સુંદર ભજન ગાયું હતું.
પ્રેમાનંદ મહારાજે ગીતા રબારીના આ પ્રયાસને બિરદાવ્યો
ગુજરાતી ગાયિકા ગીતા રબારીના કંઠે ગવાયેલું આ ભજન એટલું મધુર અને ભાવવાહી હતું કે તેનાથી સ્વયં શ્રી પ્રેમાનંદજી મહારાજ ભાવ વિભોર થઈ ગયા હતા. ભજનના શબ્દો અને ગીતા રબારીના સૂરોએ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને ભક્તિમય કરી દીધા હતા.
મહારાજે પણ ગીતા રબારીના આ પ્રયાસને બિરદાવ્યો હતો. ગીતા રબારી માટે પણ એક યાદગાર અનુભવ હતો. તેમણે સંતના દરબારમાં પોતાની કળા દ્વારા સેવા આપી. ગીતા રબારીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઘણા વાયરલ થઈ રહ્યા છે.