Last Updated on by Sampurna Samachar
યુક્રેનની રાજધાનીમાં ભીષણ હુમલામાં ૯ના મોત, ૭૦ને ઈજા
ધરાશાઇ ઇમારતોના કાટમાળ નીચે અનેક લોકો દટાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાએ યુક્રેન વિરુદ્ધના યુદ્ધને વધુ આક્રમક બનાવ્યું હોય, તેમ કીવ પર ભયાનક હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાનીમાં ભીષણ ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરતા ૬ બાળકો સહિત ૯ લોકોના મોત અને ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેનાના અધિકારીઓે રશિયા દ્વારા કરાયેલા હુમલાની માહિતી આપી છે.
કીવ સિટી મિલિટ્રી એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, રશિયાએ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલથી કીવ પર હુમલા કર્યા છે. યુક્રેનની સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું કે, હુમલા બાદ ઓછામાં ઓછા ૪૩ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે અનેક લોકો દબાયા છે, જેમને બચાવવા માટે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.
હુમલાને પગલે ચારે તરફ વિનાશ વેરાયો
કીનના સૈન્ય અધિકારી પ્રમુખ તૈમૂર તકાચેંકોએ કહ્યું કે, ‘રશિયાના હુમલાના કારણે કીવમાં અનેક ઈમારતોમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. તેણે મોડી રાત્રે લગભગ એક વાગ્યે હુમલા શરૂ કર્યા હતા અને અમારા ચારથી વધુ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સૌથી વધુ સ્વિયાતોશિન્સ્કી જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે.