Last Updated on by Sampurna Samachar
રેપ પીડિતાની પાસે હેડ કોન્સ્ટેબલની અશ્લીલ માગ
હેડ કોન્સ્ટેબલ રેપ પીડિતાને મદદ કરવાના બદલે શારીરિક સંબંધ અને અશ્લીલ ફોટા માગવાના આરોપમાં સસ્પેન્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં અવારનવાર છેડતી, દુષ્કર્મ અને છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે. અમુક કિસ્સા તો એવા હોય છે જેમાં રક્ષક જ ભક્ષક બની જાય છે. એવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના અલીગઢથી સામે આવ્યો છે.

અહીં એક હેડ કોન્સ્ટેબલ પર રેપ પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ઇમરાન નામના માણસે મદદના નામે તેની સાથે અશ્લીલ વાતો કરી અને સંબંધ બનાવવા માટે હોટલમાં આવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ફરિયાદ મળ્યા બાદ ક્વાર્સી પોલીસ સ્ટેશનની નગલા પટવારી ચોકી પર તહેનાત આ હેડ કોન્સ્ટેબલ ઇમરાન ખાન સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેના પર કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.
વોટ્સએપ કોલ કરીને ‘પ્રાઇવેટ ફોટા’ મોકલવા કહ્યું
મળતી માહિતી મુજબ, અલીગઢના ક્વાર્સી પોલીસ સ્ટેશનમાં તહેનાત દીવાન (હેડ કોન્સ્ટેબલ)એ મદદના બદલે પીડિતાને શારીરિક સંબંધ બનાવવા માટે દબાવ કરવાનો શરમજનક મામલો સામે આવ્યો છે. જમાલપુરની રહેવાસી પીડિતાએ SSP ને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે જીશાન નામના યુવક સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના આરોપ સાથે મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ કરી હતી.
ફરિયાદની તપાસ દરમિયાન નગલા પટવારી ચોકીના દીવાન ઇમરાન ખાને પીડિતાને બોલાવી. આરોપ છે કે ઇમરાને પીડિતાને વોટ્સએપ કોલ કરીને ‘પ્રાઇવેટ ફોટા’ મોકલવા કહ્યું અને ઈદના કપડાં અપાવવાના બહાને હોટલ જવાની જબરદસ્તી કરી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, દીવાને કહ્યું, “તું પણ મુસલમાન છે, હું પણ મુસલમાન છું, તારે મારા રૂમ પર આવીને સુવું પડશે, ત્યારે જ તારા કેસમાં કાર્યવાહી થશે, નહીં તો તને જ જેલમાં મોકલી દઈશ.” દીવાને પીડિતાને કસમ આપી અને મોઢું બંધ રાખવાની ધમકી પણ આપી.
પીડિતાએ દીવાન સાથે થયેલી અશ્લીલ વાતચીતનું રેકોર્ડિંગ SSP ને મોકલી દીધું. આ મામલાની ગંભીરતા જાેતા જીજીઁએ આરોપી હેડ કોન્સ્ટેબલ ઇમરાન ખાનને તરત જ સસ્પેન્ડ કરી દીધો છે. સાથે ક્વાર્સી પોલીસ સ્ટેશનમાં તેના સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.