Last Updated on by Sampurna Samachar
વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લગાવવાનું નક્કી કર્યું
શિફ્ટ કરશે તેમણે ૨૦ ટકા ટેક્સ ભરવો પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને જે પરિણામો જોઈતા હતા કદાચ એ મળી રહ્યું નથી ત્યારે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા ટેરિફ પર આવી ગયા હોય તેવું લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ટ્રેડ પોલીસીમાં મોટો ફેરફાર કરતા વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર ૧૦૦ ટકા સુધીનો ભારે ભરખમ ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે.

આ ર્નિણયની અસર એવી ફાર્મા કંપનીઓ પર પડશે જે પોતાની દવાઓ અમેરિકાની બહાર બનાવે છે. ટ્રમ્પેસ્પષ્ટ કરી દીધુ કે કંપનીઓએ પોતાની દવાઓના ભાવ ઘટાડવા પડશે અને તેનું ઉત્પાદન પણ અમેરિકાની અંદરજ કરવું પડશે. જે કંપનીઓ શરતો પૂરી નહીં કરે તેમના પર ભારે દંડ અને ટેક્સ ફટકારવામાં આવશે.
શિફ્ટ કરશે તેમણે ૨૦ ટકા ટેક્સ ભરવો પડશે
ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા જેવા મેટલ ઉત્પાદનોના ટેક્સ નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યોછે જેમાં અનેક સામાનો પર ટેરિફના દર ઘટાડવામા આવ્યા છે અને ટેક્સ વસૂલીની રીત પણ બદલવામાંઆવી છે. નવા નિયમ મુજબ જે કંપનીઓ આંશિક રીતે પોતાના ઉત્પાદનો અમેરિકામાં શિફ્ટ કરશે તેમણે ૨૦ ટકા ટેક્સ ભરવો પડશે. જ્યારે આદેશનું પાલન ન કરનારી કંપનીઓ પર ૧૦૦ ટકાના દરે ટેરિફ વસૂલાશે.
ટ્રમ્પનું માનવું છે કે આ પગલાંથી દવાઓ સસ્તી થશે અને દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓની તકોપણ પેદા થશે. જાે કે યુરોપીયન સંઘ. જાપાન અને દક્ષિણ કોરિયા જેવા વેપારી ભાગીદારો માટે ટેક્સનીમર્યાદા ૧૫ ટકા નક્કી કરાઈ છે.
દવાઓની સાથે સાથે ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા પર લાગતી ડ્યૂટીમાં પણ ફેરફાર કર્યો છે. અનેકમેટલ ઉત્પાદનો પર લાગતા ટેક્સને ૫૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કર્યો છે. આ ઉપરાંત જે ઉત્પાદનોમાં મેટલનુંપ્રમાણ ૧૫ ટકાથી ઓછું છે તેમને ટેક્સમાં સંપૂર્ણ છૂટ અપાઈ છે. આ ફેરફાર ઘરેલુ ઉદ્યોગોને સસ્તો કાચો માલઉપલબ્ધ કરાવવા અને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરાયો છે.
૧૦૦ ટકા ટેક્સવાળો જે નવો આદેશ આવ્યો છે તેની પાછળનું એક મોટું કારણ એ છે કે એક વર્ષ પહેલા ટ્રમ્પેમુક્તિ દિવસના નામ પર એક ખાસ કાયદો હેઠળ સંપૂર્ણ દુનિયામાં ભારે ટેરિફ ઝીક્યો હતો. જેનાથી બીજા દેશોભડકી ગયા હતા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પનાઆ કાયદાને ગેરકાયદેસર ઠેરવ્યો હતો. હવે સ્થિતિ એવી છે કે સરકારે લગભગ ૧૬૬ અબજ ડોલર પાછાકરવા પડે. આ નુકસાનની ભરપાઈ કરવા અને પોતાનો કક્કો ખરો કરવા માટ ટ્રમ્પે આ નવી નિયમો ચાલચલી છે.
ટ્રમ્પ પ્રશાસને મોટી ફાર્મા કંપનીઓને આ નવા નિયમોને લાગૂ કરવા માટે ૧૨૦ દિવસનો સમય આપ્યો છે. જ્યારેનાની કંપનીઓને ૧૮૦ દિવસનો સમય મળ્યો છે. આ સમયગાળા બાદ સૌથી ઊંચા ટેક્સ દરો પ્રભાવિત થશે. સરકારનું કહેવું છે કે આ રીસેટ બટન દબાવવા જેવું છે. જેનાથી જૂની વેપારી ખોટની ભરપાઈ થઈ શકે અનેઅમેરિકી બજારને વિદેશી કંપનીઓની મનમાનીથી બચાવી શકાય.