Last Updated on by Sampurna Samachar
જૂનાગઢ બેંકની બહાર રેકી કરીને ચોરી કરતી ગેંગનો પર્દાફાશ!
ધોળા દિવસે શહેરમાંથી થયેલી રોકડની ચોરીની ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમોને કામે લગાડી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેશોદ શહેરમાં ફરી એકવાર ગઠિયાઓનો આતંક સામે આવ્યો છે. ચાર ચોક વિસ્તારમાં દિવસે દહાડે ૧.૭૦ લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. બેંકમાંથી રોકડ ઉપાડીને નીકળેલા યુવકને ટાર્ગેટ બનાવી ગઠિયાઓએ બાઇકની ડિકીમાંથી રકમ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના પગલે પોલીસે એક આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદના ચાર ચોક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. કોયલાણા લાઠિયાનારહેવાસી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી રૂપિયા ૧.૭૦ લાખ ઉપાડી બાઇકના સાઇડ બેગમાં મૂકી નજીકની સોડાની દુકાને ઊભા રહ્યા હતા.
પોલીસે અન્ય સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે તપાસ વધુ તેજ કરી
આ દરમિયાન બેંક બહારથી જ તેમની ઉપર નજર રાખી રહેલા ગઠિયાઓએ તક જોઈને બાઇકની બેગ ખોલી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. ત્રણ શખ્સો—જેમાં બે યુવકો અને એક સગીર સામેલ હતો. રકમ લઈને બાઇક પર જૂનાગઢ તરફ ફરાર થઈ ગયાહતા. ઘટના CCTV કેદ થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ જેતપુર તરફ ભાગ્યા હોવાની દિશામાં તપાસ આગળ ધપાવી હતી.
ધોળા દિવસે શહેરમાંથી થયેલીરોકડની ચોરીની ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમોને કામે લગાડી હતી. કેશોદ પોલીસ ઉપરાંત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે,
જે મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી ચોરીમાં ગયેલી રોકડ અને ગુનામાં વપરાયેલું બાઇક પણ કબજે કરવામાં આવી છે. તપાસમાં વધુમાં ખુલ્યું છે કે આ ગેંગ અગાઉ પણ અમદાવાદ રૂરલ સહિતના વિસ્તારોમાં બેંક બહાર રેકી કરીને લોકોને નિશાન બનાવતી હતી. હાલ પોલીસે અન્ય સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે તપાસ વધુ તેજ કરી