Last Updated on by Sampurna Samachar
ચાર શખ્સોએ યુવકનુ અપહરણ કરી ઢોર માર માર્યો
રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના ત્રાસને ઘટાડવા માટે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ રખિયાલમાં એક વ્યક્તિના અપહરણની ઘટના સામે આવી છે. ૪ શખ્સોએ સાથે મળીને એક વ્યક્તિનુ અપહરણ કર્યુ હતુ. અપહરણકારોએ ચાકુ અને બેઝ બોલનો દંડો દેખાડીને અપહરણની ઘટનાને અંજામ આપ્યો. આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી અનુસાર થોડા મહિના અગાઉ જ રખિયાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસની હાજરીમાં આતંક મચાવવાની ઘટના ઘટી હતી, ત્યારબાદ ફરી એકવાર રખિયાલમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાના CCTV સામે આવ્યા છે.
આરોપીઓની ધરપકડ કરી લેવાઇ
CCTV માં રેકોર્ડ થયા મુજબ જોઇ શકાય છે કે ચાર શખ્સ ટુ-વ્હીલર પર બેસીને આવે છે અને એક વ્યક્તિને દંડા વડે માર મારે છે અને તીક્ષ્ણ હથિયાર બતાવીને અપહરણની ઘટનાને અંજામ આપે છે. અપહરણકારો યુવકને મોરારજી ચોક લઇ ગયા હતા, જ્યાં તેને બેઝબોલના દંડા વડે ઢોર મારવામાં આવ્યો હતો.. ઇજાગ્રસ્ત યુવકને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં આરોપીઓની અટકાયત કરી છે. ફરીયાદીને આરોપીઓ સાથે અગાઉ ઝગડો થયો હતો, જેની અદાવત રાખીને તેનું અપહરણ કરાયું હતુ.