Last Updated on by Sampurna Samachar
અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે રૂ. ૯.૮ લાખ, રોજનો રૂ. ૮,૪૫૫ કરોડનો ધુમાડો!
આ યુદ્ધના ૩૧મા દિવસે અમેરિકન કરદાતાઓને અત્યાર સુધીમાં ૨૭.૬૮ અબજ ડૉલરનો ખર્ચ થયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્ર પર મોટું આર્થિક ભારણ આવી રહ્યુંછે. એક તાજેતરના સંશોધન મુજબ, અમેરિકા આ યુદ્ધમાં દર સેકન્ડે ૧૦,૩૦૦ ડૉલર ખર્ચ કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, ૨૮ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધના ૩૧મા દિવસે અમેરિકન કરદાતાઓને અત્યાર સુધીમાં ૨૭.૬૮ અબજડૉલરનો ખર્ચ થયો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાદરરોજ સરેરાશ ૮૯૦ મિલિયન ડૉલર(આશરે ૮,૪૫૫ કરોડ રૂપિયા) આ જંગ પાછળ ખર્ચી રહ્યું છે.આ જંગીખર્ચના આંકડાઓ પર નજર કરીએ તો, સૌથી મોટો હિસ્સો દારૂગોળો અને મિસાઇલો પાછળ વપરાય છે, જેદરરોજ ૩૨૦ મિલિયન ડૉલર એટલે કે કુલ ખર્ચના ૩૬% જેટલો છે.
જેના કારણે આ આર્થિક આંકડો સતત વધી રહ્યો છે.
આ ઉપરાંત, ફાઇટર જેટ્સ અને બોમ્બર વિમાનોના ઓપરેશન પાછળ રોજનો ૨૪૫ મિલિયન ડૉલર અને નેવીના જહાજાેતેમજ સબમરીન પાછળ ૧૫૫ મિલિયન ડૉલરનો ખર્ચ થઈ રહ્યો છે. મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, ઇન્ટેલિજન્સ અનેસાયબર ઓપરેશન પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ હજુ પણ અટકવાનું નામનથી લઈ રહ્યું,
યુદ્ધના આ આર્થિક બોજને હળવો કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આરબ દેશો પાસે મદદની અપેક્ષા રાખી રહ્યાહોય તેવું જણાય છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સંકેત આપ્યો છે કે પ્રમુખ ટ્રમ્પ આરબરાષ્ટ્રોને આ યુદ્ધનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરવા માટે કહી શકે છે
જેવું ૧૯૯૦ના ગલ્ફ વોર દરમિયાન થયું હતું. કે, આ વખતે સ્થિતિ અલગ છે કારણ કે અમેરિકા અનેઈઝરાયલ કોઈ પણ પ્રાદેશિક ભાગીદારોને સામેલ કર્યા વિના એકપક્ષીય રીતે આ કાર્યવાહી કરી રહ્યા છે. બીજી તરફ, ઈરાને કોઈપણ મંત્રણા માટે શરત મૂકી છે કે અમેરિકાએ યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવુંપડશે અને વળતા પ્રહાર તરીકે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓપણ તેજ કર્યા છે.