Last Updated on by Sampurna Samachar
કોલકાતા નાઈટ રાઈડર્સની મોટી જાહેરાત
અય્યર હવે ટીમમાં નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા IPL ની આગામી સીઝન માટે ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. રહાણેને IPL માં કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે. તે અગાઉ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાએ વેંકટેશ અય્યરને વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે.
કેપ્ટન બન્યા બાદ અજિંક્ય રહાણેએ કહ્યું કે KKR નું નેતૃત્વ કરવું એ મારા માટે સન્માનની વાત છે, KKR IPL સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક રહી છે. મને લાગે છે કે અમારી પાસે એક ઉત્તમ અને સંતુલિત ટીમ છે. હું દરેક સાથે કામ કરવા અને ટાઈટલ બચાવી રાખવાનો પડકાર ઝીલવા આતુર છું. KKR તેના IPL ૨૦૨૫ અભિયાનની શરૂઆત ૨૨ માર્ચના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (BENGLORE) સામેની મેચથી કરશે.
KKR ના CEO એ કહી વાત
KKR ના CEO વેંકી મૈસૂરે કહ્યું કે, અમને અજિંક્ય રહાણે જેવી વ્યક્તિ મળવાથી આનંદ છે, કારણ કે તે એક લીડર તરીકે અનુભવ અને પરિપક્વતા ધરાવે છે. આ ઉપરાંત, વેંકટેશ અય્યર KKR માટે ફ્રેન્ચાઇઝી ખેલાડી છે અને ઘણા નેતૃત્વ ગુણો ધરાવે છે.
અમને વિશ્વાસ છે કે અમે અમારા ટાઇટલ બચાવવાની સાથે સારી શરૂઆત કરીશું. KKR ની ટીમ ચાર વખત IPL ની ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની છે. તેણે ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૨૪માં આ ખિતાબ જીત્યો હતો. ગયા વર્ષે શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં ટીમે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટાઈટલ જીત્યું હતું. અય્યર હવે ટીમમાં નથી. તે આગામી સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.