મિડલ ઈસ્ટની સ્થિતિ પર થશે ચર્ચા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વડાપ્રધાન મોદી દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

વાતચીત વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે : તેમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે તેના મુખ્યમંત્રીઓ સામેલ થશે નહીં

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.  કલાકેવીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત થશે. વાતચીતમાં જ્યાં ચૂંટણી છે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થશેનહીં. વાતચીત દરમિયાન મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા થશે.

આચાર સંહિતાને કારણે ચૂંટણી રાજ્યોના મુખ્યમંત્રીઓ પીએમ સાથે સંવાદ કાર્યક્રમમાં સામેલ થશે નહીં. દરમિયાન પીએમ મોદી રાજ્યની તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરશે. સંકટના સમયમાં ટીમ ઈન્ડિયાની ભાવનાની સાથે તાલમેલનો પ્રયાસ છે. ચૂંટણીવાળા રાજ્યોના મુખ્ય સચિવો માટે એક અલગ બેઠક થશે, જે કેબિનેટ સચિવાલયના માધ્યમથી આયોજીત કરવામાં આવશે.

ખાતરની સપ્લાય પર પણ અસર પડી

મિડલ ઈસ્ટના સંકટને જોતા પીએમ મોદી સતત સક્રિય છે અને પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે વાતચીત કરીરહ્યાં છે. મુદ્દે તેમણે સંસદમાં પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સ્થિતિ ચિંતાજનકછે અને સંકટને ત્રણ સપ્તાહ કરતા વધુ સમય થઈ ગયો છે. તેમણે કહ્યું કે સંકટથી માત્ર ભારત નહીંવિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે.

તેની અસર વિશ્વની અર્થવ્યવસ્થા અને લોકોના જીવન પર થઈ રહી છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત માટે યુદ્ધ આર્થિક, રાષ્ટ્રીય સુરક્ષા અને માનવીય, ત્રણેય સ્તરો પર અવિશ્વસનીય પડકાર લાવ્યું છે. કાચા તેલઅને ગેસની જરૂરિયાત સાથેસાથે ખાડીના દેશોમાં લગભગ કરોડ ભારતીયો રહીને કામ કરે છે.

તેની સુરક્ષાભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ માર્ગોથીઅવરજવર પડકારજનક બની ગઈ છે. તેનાથી ભારતનો વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેન પ્રભાવિત થઈ રહી છે. ભારતની કાચા તેલ અને પ્રાકૃતિક ગેસની સપ્લાયમાં સમસ્યા થઈ શકે છે. પરંતુ તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યોહતો કે દેશની પાસે ૫૨ લાખ મેટ્રિક ટનનો રણનીતિક પેટ્રોલિયમ રિઝર્વ સુરક્ષિત છે. ખાતરની સપ્લાય પર પણ અસર પડી રહી છે.

પરંતુ ભારતની પાસે ખાતરનો પર્યાપ્ત ભંડાર છે. તેમણે કહ્યું કે ભારતની સંસદથી શાંતિની એક અવાજ દુનિયાસુધી જવો જોઈએ. પીએમ મોદીએ શાંતિ અને સંવાદને એકમાત્ર માધ્યમ ગણાવ્યું હતું. સંકટના સમાધાન માટેપીએમ મોદી ઈઝરાયલ, ઈરાન, અમેરિકા અને અન્ય ખાડી દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે.

મિડલ ઈસ્ટની સ્થિતિ પર સરકારે ગુરૂવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રીરાજનાથ સિંહે કરી હતી. દરમિયાન સરકારે વિપક્ષને જણાવ્યું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કોઈ અછત નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ચાર ભારતીય જહાજ સુરક્ષિત નીકળ્યા છે. ડરની કોઈ જરૂર નથી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.