Last Updated on by Sampurna Samachar
કેટલાય સૈનિકો સેના છોડી અન્ય દેશમાં ચાલ્યા ગયા
પાકિસ્તાનના આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને થશે અસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન સામે હાલમાં એક મોટું સંકટ ઊભું થયું છે. દેશની હાલની આર્થિક સ્થિતિ, વધતી અસુરક્ષા અને આંતરિક અશાંતિના કારણે પાકિસ્તાન સેના હવે તૂટી રહી છે. તાજેતરના સમાચાર મુજબ, છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાનના આશરે ૨૫૦૦ સૈનિકોએ ફરજ છોડીને દેશમાંથી પલાયન કર્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, જે સૈનિકોએ ફરજ છોડી છે, તેઓમાંથી ઘણા સૈનિકો સાઉદી અરેબિયા, કતાર, કૂવૈત અને યુએઈમાં મજૂરી કરવા ગયા છે. તેમને દેશની હાલની ખસ્તાહાલ સ્થિતિ જોતા આ ર્નિણય લેવો યોગ્ય લાગ્યો છે. પાકિસ્તાનમાં વધતા આતંકી હુમલાઓ અને અસુરક્ષાના કારણે સૈનિકોએ પોતાના જીવનું જોખમ લેવાને બદલે આર્થિક સ્થિરતા પસંદ કરી છે.
પાકિસ્તાન પર વધી રહ્યા છે આતંકી હુમલા
આ સૈનિકોના સામૂહિક પલાયનને પાકિસ્તાની સેના માટે ગંભીર સંકટ ગણવામાં આવી રહ્યું છે. સૈનિકોના મનોબળમાં ઘટાડો અને સતત થતા નુકસાનીને લીધે તેઓ લડી શકતા નથી. દેશની સુરક્ષા અને સ્થિરતા હવે જોખમમાં છે. એક કમજોર સૈન્ય પકડાવતી આ સ્થિતિ પાકિસ્તાનના આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ અસર કરી શકે છે.
બલૂચિસ્તાનમાં વધેલા આતંકી હુમલાઓએ પાકિસ્તાનની મુશ્કેલી વધુ વધારી છે. ૧૧ માર્ચ પછી ઘણા પાકિસ્તાની સૈનિકો પર હુમલા થયા અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બલૂચ વિદ્રોહીઓ સતત પાક સેના પર હુમલા કરી રહ્યા છે, જેનાથી આંતરિક અસ્થિરતા વધી છે.
ત્યારે જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાનને આંતરિક યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગાવનો સામનો કરવો પડી શકે છે. શહબાજ સરકાર અને પાક સેના સામે હવે સૈનિકોના મનોબળ વધારવાની અને સુરક્ષા સુધારવાની મોટી પડકારભરી જવાબદારી ઉભી થઈ છે.