Last Updated on by Sampurna Samachar
કોરોનાનો આંકડો ૫૦૦૦ ને પાર પહોંચતા ચિંતા વધી
આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન માસ્ક ફરજીયાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. જ્યાં ઘણા મહિના બાદ કોવિડ ૧૯ ના એક્ટિવ કેસ ૫૩૦૦ થી વધુ થઈ ગયા છે. દેશમાં કોરોનાના મામલામાં પ્રથમવાર આટલો વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં આશરે ૫૦૦ કેસનો વધારો થયો છે અને તે વધીને ૫૩૬૪ થઈ ગયા છે, જે ૫ જૂને ૪૮૬૬ હતા.
૧૫ દિવસમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં ૨૦ ગણાથી વધુ વધારો થયો છે. મહત્વનું છે કે ૨૨ મેએ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૨૫૭ હતા, જે હવે વધીને ૫૩૬૪ થઈ ગયા છે. કોરોના વાયરસનો નવો પ્રકાર ઘણા રાજ્યોમાં ઝડપથી લોકોને ચેપ લગાવી રહ્યો છે અને તેની ઝપેટમાં લઈ રહ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે, જ્યાં કોવિડ-૧૯ના સૌથી વધુ સક્રિય કેસ છે. નવીનતમ માહિતી અનુસાર, કેરળમાં ૧૬૭૯ કોરોના વાયરસ દર્દીઓ છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાનો નવો પ્રકાર જીવલેણ નથી
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુજરાતમાં કોરોના વાયરસના ૬૧૫, પશ્ચિમ બંગાળમાં ૫૯૬, દિલ્હીમાં ૫૬૨ અને મહારાષ્ટ્રમાં ૫૪૮ સક્રિય કેસ છે. સર ગંગા રામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન પ્રોફેસર ડૉ. એમ. વાલીએ કહ્યું છે કે કોરોનાનો નવો પ્રકાર જીવલેણ નથી, પરંતુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
જો જરૂરી ન હોય તો, ઘરની બહાર ન નીકળો. પોતાને સેનિટાઇઝ કરો અને માસ્ક પહેરો. આ માટે કોઈ રસીની જરૂર નથી. જો તમને શરીરમાં દુખાવો, ખાંસી અને તાવ જેવા લક્ષણો હોય, તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો. ગભરાવાની જરૂર નથી. કોરોના તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. તે સિંગાપોર, હોંગકોંગ અને ચીનમાં વધુ છે. જો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી રહ્યા છો, તો સાવચેત રહેવું અને માસ્ક પહેરવું મહત્વપૂર્ણ છે.
આપણે જાણીએ છીએ કે કોરોનાની સારવાર કેવી રીતે કરવી, તેથી ગભરાવાની કોઈ જરૂર નથી. કોરોના વાયરસને લઈને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સાવચેચી રાખવાની અપીલ કરી છે. ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અન કોવિડના લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવો જરૂરી છે.