Last Updated on by Sampurna Samachar
બે દિવસથી ગુમ મોડેલની હત્યારાઓએ ગળુ કાપી હત્યા કરી
મોડેલની બહેને પોલીસ ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણામાં સોનીપતના ખરખોડામાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. જ્યાં હરિયાણવી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી શીતલ નામની એક મોડેલની બદમાશોએ ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાખી છે. મોડેલનો મૃતદેહ ખાંડા ગામ નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો છે. હાલમાં માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને બદમાશોની તલાશ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મોડેલ શીકલ પાનીપતની રહેવાસી હતી. છેલ્લા બે દિવસોથી તે ગુમ થઈ ગઈ હતી. જે અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગુમ થવા અંગે કેસ નોંધ્યો હતો. બીજી તરફ આ વચ્ચે શીતલનો મૃતદેહ ખાંડા ગામ નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો છે.
હત્યારાઓની ટૂંક સમયમાં ધરપકડ કરાશે
સોનીપત પોલીસે જણાવ્યું કે, મોડેલ શીતલની બદમાશોએ તીક્ષ્ણ હથિયારોથી ગળું કાપીને હત્યા કરી નાખી છે. તેમનો મૃતદેહ એક કેનાલમાંથી મળી આવ્યો છે. છેલ્લા બે દિવસથી તે ગુમ હતી. ત્યારબાદ પરિવારજનોની ફરિયાદના આધારે ગુમ થવાનો કેસ નોંધ્યો હતો. જોકે, હજું હત્યારાઓની ઓળખ નથી થઈ શકી. સોનીપક પોલીસ આ હત્યાકાંડની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે. આ મામલે શીતલની બહેન નેહાએ મતલૌડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મારી ૨૩ વર્ષીય બહેન શીતલ જે હરિયાણવી આલ્બમમાં મોડેલ તરીકે કામ કરે છે, તે ૧૪ જૂને અહર ગામમાં શૂટિંગ માટે ગઈ હતી, પરંતુ હજું ઘરે પરત ફરી નથી. હત્યાની પુષ્ટિ કરતા સોનીપત DSP એ જણાવ્યું હતું કે, હત્યારાઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શીતલ તેના પુરુષ મિત્ર સાથે કારમાં નીકળી હતી. આ દરમિયાન તેના પુરુષ મિત્રની કાર નહેરમાં પડી ગઈ. નહેરમાંથી કાર બહાર કાઢતી વખતે તેનો મિત્ર સુનિલ બચી ગયો. સુનિલની પાનીપતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.