Last Updated on by Sampurna Samachar
કેમેરા સામે ૩ કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત
આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુમાં ગુરુવારે સેલ્ફીના ચક્કરમાં ત્રણ કિશોરી ઝરણામાં ડૂબી હોવાનો વીડિયો સામે આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુમાં ગુરુવારે સેલ્ફીના ચક્કરમાં ત્રણ કિશોરીઓ ઝરણામાં ડૂબી હોવાનોવીડિયો સામે આવ્યો છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

પોલીસે જણાવ્યું કે, ત્રણ કિશોરીઓ ઝરણામાં નહાવા પડી હતી અને તરતા આવડતું ન હોવાથી ડૂબવાના કારણે ત્રણેયના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં એક કિશોરી બચી ગઈ હતી, તેની સારવાર ચાલી રહી છે.
ત્રણ કિશોરીઓ તરવાનું ન જાણતી હોવા છતાં સેલ્ફી લેવા માટે ઝરણામાં ઉતરી
આ ઘટના અલ્લુરી સીતારામ રાજુ સ્થિતિ મુલાગુમ્મી ગામની છે. વીડિયોમાં જોવા મળે છે કે, ત્રણ કિશોરીઝરણામાં નહાતી વખતે ડૂબવા લાગી હતી. અન્ય એક કિશોરી વીડિયો ઉતારી રહી હતી.
આ દરમિયાનપાણીમાં ડૂબવાથી તૃષા(ઉં.વ.૧૭), પવિત્રા(ઉં.વ.૧૬) અને રસ્તકુમારી નામની કિશોરીના મોત નીપજ્યું છે. જો કે, આ દુર્ઘટનામાં અંજલી નામની કિશોરીનો બચાવ થયો હતો.
પોલીસે જણાવ્યું કે, ત્રણ કિશોરીઓ તરવાનું ન જાણતી હોવા છતાં સેલ્ફી લેવા માટે ઝરણામાં ઉતરી હતી અનેપાણીમાં ડૂબી ગઈ હતી. આમ, કિશોરીઓ ઝરણાં પાસે ફોટા અને સેલ્ફી વીડિયો લઈ રહી હતી ત્યારે તેમાંથીએક અચાનક પાણીમાં પડી ગઈ હતી. બીજી બે છોકરીઓ તેને બચાવવા માટે પાણીમાં ગઈ હતી, પરંતુએટલામાં ત્રણેય કિશોરીઓ કેમેરા સામે પાણીમાં ડૂબી ગઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ થતાં નજીકના લોકો કિશોરીઓને બચાવવા દોડી આવ્યા હતા, પરંતુ તેઓ બચાવે તેપહેલા પાણીનો જોરદાર પ્રવાહમાં કિશોરીઓ તણાઈ ગઈ હતી.ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. ઉનાળાના વેકેશન માટે શાળાઓ બંધ હોવાથી કિશોરીઓ ઝરણાં જોવા પહોંચી હતી.
સમગ્ર મામલે પોલીસે સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.