અફવા ઉત્તર પ્રદેશના પણ અનેક શહેરોમાં ફેલાઈ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો

તેલંગાણા અને મહારાષ્ટ્રના ડીલરોનું કહેવું છે કે માંગમાં અચાનક આવેલી તેજી, ડેપોમાંથી સ્ટોક મળવામાં વિલંબને કારણે કટોકટી ઊભી થઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)

LPG ની  સાથે શું હવે દેશમાં ખરેખર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની છે? દેશના અનેક પેટ્રોલ પંપ સુકાઈગયા છે. ત્યાં No Stock ના બોર્ડ લાગેલા છે, જેનો અર્થ છે કે પંપો પર પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું નથી. જો કે સરકાર વારંવાર આશ્વાસન આપી ચુકી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી, તેમ છતાં લોકોગાડીઓની ટાંકી ફુલ કરાવવા માટે પેટ્રોલ પંપો પર લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા છે.

હકીકતમાં, ઈરાન યુદ્ધના કારણે દેશમાં LPG અને તેલ પુરવઠામાં કેટલીક અડચણો જાેવા મળી છે. કેન્દ્રસરકારના તમામ આશ્વાસનો છતાં દેશના અનેક ભાગોમાં પૅનિક બાયિંગ (ગભરાટમાં ખરીદી) નો માહોલ છે. તેલની અછત અને ભાવવધારાની અફવાઓને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા જેવારાજ્યોમાં પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો જાેવા મળી રહી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે અનેક પંપોપર નો સ્ટોકના બોર્ડ મારી દેવાયા છે.

LPG સ્ટેશનો પર પણ લાંબી લાઈનો

હૈદરાબાદના બંજારા હિલ્સ, કુકટપલ્લી, અંબરપેટ અને મેહદીપટ્ટનમ જેવા વિસ્તારોમાં સોમવાર રાતથી અફરાતફરીનો માહોલ છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, જ્યાં પેટ્રોલ ભરાવવામાં સામાન્ય રીતે મિનિટ લાગતી હતી, ત્યાં હવે ૪૫ મિનિટથી એક કલાકનો સમય લાગી રહ્યો છે. ઓટો LPG સ્ટેશનો પર પણ લાંબી લાઈનો છે. અનેક સ્ટેશનો દિવસમાં માત્ર થોડા કલાકો માટે ખુલી રહ્યા છે, જેનાથી રિક્ષાચાલકોનીરોજીરોટી પર સંકટ આવી ગયું છે.

મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલડીઝલ ખરીદવા માટે પડાપડી જાેવા મળી રહી છે. મંગળવાર અને બુધવારેપેટ્રોલડીઝલનો વપરાશ દૈનિક ક્વોટા કરતા બમણાથી પણ વધુ રહ્યો હતો. બીજી તરફ ક્રેડિટ સિસ્ટમ બંધથવા અને પેમેન્ટ સંબંધિત મુશ્કેલીઓને કારણે રિફિલિંગમાં વિલંબ થઈ રહ્યો છે.

પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા ઉત્તર પ્રદેશના પણ અનેક શહેરોમાં ફેલાઈ છે. તેલ ઉદ્યોગના સંયોજકોએ જનતાને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં અને જરૂરિયાત મુજબ ઈંધણ ખરીદે.તેલંગાણા અને મહારાષ્ટ્રના ડીલરોનું કહેવું છે કે માંગમાં અચાનક આવેલી તેજી અને ડેપોમાંથી સ્ટોક મળવામાં વિલંબને કારણે કટોકટી ઊભી થઈ છે. તેલ કંપનીઓએ હવે સ્ટોક મોકલતા પહેલા એડવાન્સ પેમેન્ટની શરત રાખી છે, જેનાથી ડીલરો પર નાણાકીય દબાણ વધ્યું છે.

તેલંગાણાના નાગરિક પુરવઠા મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ આશ્વાસન આપ્યું છે કે રાજ્ય પાસે આગામી ત્રણ મહિના માટે પૂરતો સ્ટોક છે. તેમ છતાં, શહેરના લગભગ ૪૦% પંપો અત્યારે ખાલી છે.

પેટ્રોલ અને ડીઝલની અછતને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે કડક ર્નિણયોલેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના કલેક્ટરે ઘણા પેટ્રોલ પંપ પર વધારાનું પેટ્રોલ અને ડીઝલખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા પેટ્રોલ પંપ પર ઇંધણ ખતમ થઈ ગયા બાદ ર્નિણય લેવામાં આવ્યોહતો. દરમિયાન, લખનૌમાં, તેલ ઉદ્યોગના રાજ્ય સ્તરના સંયોજક સંજય ભંડારીએ લોકોને જરૂર હોય તેટલું પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની અપીલ કરી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.