Last Updated on by Sampurna Samachar
ક્રિકેટમાં એક નવું ફોર્મેટ લોન્ચ થશે
આ દુનિયાનું પ્રથમ ૮૦ ઓવરનું ફોર્મેટ હશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિકેટ એવી રમત છે જેમાં સતત ફેરફાર થતાં રહે છે, પરંતુ હવે એક નવા ફોર્મેટનો જન્મ થયો છે. જે ક્રિકેટનો રોમાંચ વધારવામાં મદદ કરી શકે છે. તે માટે વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી સર ક્લાઇવ લોયડ, સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ, ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર મેથ્યૂ હેડન અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી હરભજનને ટેસ્ટ ટ્વેન્ટી ફોર્મેટના સલાહકાર બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા. આ સિવાય રાજસ્થાન રોયલ્સના પૂર્વ સીઈઓ માઇકલ ફોર્ડહમને ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યા છે.
ટેસ્ટ ટ્વેન્ટી ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટના પાસાઓને ટી૨૦ સાથે સામેલ કરવાનો પ્રયાસ કરશે. આ દુનિયાનું પ્રથમ ૮૦ ઓવરનું ફોર્મેટ હશે. પરંતુ બંને ટીમોને એક સાથે ૪૦ ઓવર રમવાની જગ્યાએ તેને ૨૦-૨૦ ઓવરની બે ઈનિંગ રમવાની તક મળશે. તે માટે દરેક ટીમ બે વખત બેટિંગ કરશે, જે રીતે ટેસ્ટ મેચમાં થાય છે. તેમાં ટેસ્ટ અને ટી૨૦ ક્રિકેટ બંનેના નિયમ લાગૂ થશે. તેમાં ચારેય પરિણામ જીત, હાર, ટાઈ કે ડ્રો સંભવ થઈ શકે છે.
ટેસ્ટ ટ્વેન્ટી રમતની કલા અને લયને પાછી લાવે
ટેસ્ટ ટ્વેન્ટીની પ્રથમ સિઝન જાન્યુઆરી ૨૦૨૬મા શરૂ થશે. તેમાં છ ફ્રેન્ચાઇઝી ભાગ લેશે. જેમાંથી ત્રણ ભારતથી અને ત્રણ દુબી, લંડન અને સંયુક્ત રાજ્ય અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે. દરેક ટીમમાં ૧૬ ખેલાડી હશે. આ નવા ફોર્મેટનું સત્તાવાર ઉદ્ઘાટન ૧૬ ઓક્ટોબરે કરવામાં આવ્યું. ટેસ્ટ ટ્વેન્ટી ધ વન વન સિક્ટ નેટવર્કના કાર્યકારી અધ્યક્ષ ગૌરવ બહિરવાનીના મગજની ઉપજ છે. આ ફોર્મેટની પૂર્વ ક્રિકેટરોએ ખૂબ પ્રશંસા કરી છે.
સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે કહ્યુ કે ટેસ્ટ ટ્વેન્ટીથી ક્રિકેટના રોમાંચમાં વધારો થશે. આ સિવાય યુવા ખેલાડીઓને તેમાં તક મળશે. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી સર ક્લાઇવ લોયડે કહ્યું, “ક્રિકેટના દરેક યુગમાંથી પસાર થયા પછી, હું કહી શકું છું કે રમત હંમેશા અનુકૂલન પામી છે, પરંતુ ક્યારેય એટલી ઇરાદાપૂર્વક નહીં. ટેસ્ટ ટ્વેન્ટી રમતની કલા અને લયને પાછી લાવે છે, જ્યારે તેને આધુનિક ઉર્જા સાથે જીવંત રાખે છે.