Last Updated on by Sampurna Samachar
ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ૩ શિક્ષકોની બદલી, આચાર્ય સસ્પેન્ડ
આચાર્ય અને શિક્ષકો વચ્ચેના આંતરિક વિવાદને કારણે શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ આજે એક્શન મોડમાં જાેવા મળ્યો છે. નડિયાદ તાલુકાની પેટલી પ્રાથમિકશાળામાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો બાદ જિલ્લા પ્રાથમિકશિક્ષણાધિકારી પરેશ વાઘેલાએ કડક પગલાં લીધા છે. શાળાના આચાર્યને તાત્કાલિક અસરથીસસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે વિવાદમાં સંડોવાયેલા અન્ય ત્રણ શિક્ષકોની અલગ–અલગ શાળાઓમાંબદલી કરી દેવામાં આવી છે.

પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલ સામે શાળાના પ્રવાસના હિસાબોમાં મોટા પાયે ગરબડ અનેનાણાકીય ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ મામલે પ્રાથમિક તપાસમાં ગેરરીતિ જણાતા ડીપીઓ પરેશવાઘેલાએ આચાર્યને સસ્પેન્ડ કરવાનો સત્તાવાર આદેશ કર્યો છે. આ ઉપરાંત, આચાર્ય અને શિક્ષકો વચ્ચેના આંતરિક વિવાદને કારણે શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડતી હોવાનું જણાતા ત્રણ શિક્ષકોની પણ સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી છે.
ત્રણ શિક્ષકોની પણ સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી બદલી મુજબ, શિક્ષક મયુર પટેલને હરિપુરા પ્રાથમિક શાળા (ભલાડા), શિક્ષક યોગેશ રોહિતને કંજાેડા પ્રાથમિક શાળા અને શિક્ષક અશ્વિન પ્રજાપતિને ભલાડા પ્રાથમિક શાળામાંબદલી દેવામાં આવ્યા છે. ડીપીઓ પરેશ વાઘેલાએ આ મામલે જણાવ્યું હતું કે, શિક્ષણના પવિત્ર ધામમાંકોઈપણ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે શિસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં. આ કડક કાર્યવાહીથીજિલ્લાની અન્ય શાળાઓના વહીવટમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.