Last Updated on by Sampurna Samachar
પોરબંદરમાંથી ૨ લાખ ૩ હજારનો મુદ્દામાલ કબજે કરાયો
મહિલા આરોપી સહિત ગ્રાહકોને ઝડપી લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોરબંદર શહેરના વી.વી.બજાર વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારના જિલ્લાઓમાંથી મહિલાઓને બોલાવી કોઇ મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી પોલીસને મળી હતી. કમલાબાગ પોલીસને મળેલી બાતમીના આધારે સિટી ડીવાયએસપી તથા કમલાબાગ પોલીસ ઇન્સ્પેકટર સહિતના સ્ટાફે રેડ કરતા ઘટના સ્થળેથી ભોગ બનનાર મહિલા તથા કૂટણખાનું ચલાવતી પૂજા રામ લાલુ તથા ત્રણ ગ્રાહકો પોલીસને ઘટના સ્થળેથી મળી આવ્યા હતા.ઘટના સ્થળેથી પોલીસને ૬ મોબાઈલ તથા ૨ મોટર સાયકલ તથા ૧ લાખ ૬ હજારની રોકડ સહિત કુલ ૨ લાખ ૩ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુટણખાનું ચલવનાર મહિલા આરોપી સહિત ગ્રાહકોને હાલ તો પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. પોલીસે કુટણખાનું ચલાવનાર મહિલા કેટલા સમયથી આ પ્રકારના ધંધો ચલાવતી હતી અને આ સિવાય અન્ય જગ્યાએ તેમના આ પ્રકારના દેહવ્યાપારના ધંધા ચાલે કે કેમ તથા અન્ય કોઈની સંડવોણી છે કે તે સહિતની દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
આગામી દિવસોમાં થશે ખુલાસો
સુદામાપુરી તથા ગાંધી જન્મભૂમિ તરીકે જાણીતા પોરબંદરમાં આ પ્રકારના કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કરતા આ વાતને લઈને પોરબંદરમાં ચર્ચા જગાવી છે ત્યારે આગામી દિવસોમાં આ અંગે શું ખુલાસાઓ બહાર આવે તથા અન્ય જગ્યાએ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે તો આગામી સમયમાં યોજાનાર જ જાણી શકાશે.