Last Updated on by Sampurna Samachar
ગોલ્ડમૅન સૅક્સએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું
સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ અને કિંમત બંને વધી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોલ્ડમૅન સૅક્સએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે આગામી વર્ષ સુધી સોનાની કિંમત ૧૫૫૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જો વૈશ્વિક માહોલ વધુ અસ્થિર થયો તો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ અને કિંમત બંને વધી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જો અમેરિકાના ખાનગી સેક્ટર દ્વારા હોલ્ડ કરવામાં આવી રહેલી યુએસ ટ્રેઝરીના માત્ર ૧ ટકા પૈસા સોનામાં રોકાણ કરવામાં આવે તો સોનાનો ભાવ લગભગ ૫૦૦૦ ડોલર પ્રતિ ઔંસ (આશરે ૧૫૫૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ) સુધી પહોંચી શકે છે.
૨૦૨૫મા સોનુ આશરે ૩૫ ટકા વધી ગયું
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વર્ષે સોનું મુખ્ય કોમોડિટીઝમાંની એક તરીકે ઉભરી આવ્યું છે અને કિંમતોમાં એક તૃતીયાંશથી વધુનો વધારો થયો છે. આ વધારો કેન્દ્રીય બેંકોની ખરીદી અને ફેડરલ રિઝર્વ દ્વારા ટૂંક સમયમાં યુએસ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની અપેક્ષાને કારણે થયો હતો. એવું કહેવામાં આવ્યું છે કે જો ફેડની સ્વતંત્રતા નબળી પડે છે, તો તે ફુગાવામાં વધારો કરી શકે છે.
ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સનું કહેવું છે કે વર્તમાન ગ્લોબલ ઇકોનોમિક અને રાજકીય અનિશ્ચિતતાના માહોલમાં સોનું સુરક્ષિત રોકાણ બનેલું છે. અમેરિકી ફેડરલ રિઝર્વ પર દબાવ, બેંકની સ્વતંત્રતા પર ખતરો અને ડોલરમાં વિશ્વાસ ઘટવા જેવી સ્થિતિઓમાં રોકાણકારો યુએસ ટ્રેઝરીમાંથી પૈસા કાઢી સોનામાં નાખી શકે છે.
રિપોર્ટ પ્રમાણે જો નાની રકમ (૧ ટકો) પણ યુએસ ટ્રેઝરીમાંથી કાઢી સોનામાં રોકવામાં આવો તો માંગ વધવાથી સોનાની કિંમતમાં બમ્પર તેજી આવી શકે છે. અત્યાર સુધી સોનું ૨૦૨૫મા આશરે ૩૫ ટકા વધી ગયું છે અને ઘણી સેન્ટ્રલ બેંક સતત સોનું ખરીદી રહી છે.
ગોલ્ડમેન સૅક્સનું કહેવું છે કે ૨૦૨૬ના મધ્ય સુધી સોનું ૪૦૦૦ ડોલર પ્રતિ ઔંસ (૧.૨૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ) સુધી જઈ શકે છે પરંતુ ઉચ્ચ જાેખમ કે અનિશ્ચિતતાની સ્થિતિમાં ૫૦૦૦ ડોલર પ્રતિ ઔંસ (૧.૫૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ) પણ સંભવ છે.