Last Updated on by Sampurna Samachar
બિહારમાં ચૂંટણી પહેલા કંઇક મોટો ખેલ થવાની શક્યતા
RJD છોડવાની ચર્ચાઓએ જોર પકડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં વિપક્ષના અનેક ધારાસભ્યો પલડું બદલી શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જેનો સંકેત ગયામાં વડાપ્રધાન મોદીની રેલી દરમિયાન જોવા મળ્યો છે. વડાપ્રધાન મોદીની રેલીમાં મંચ પર RJD ના બે ધારાસભ્યો જોવા મળ્યા હતા. નવાદામાંથી RJD ના ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલી ધારાસભ્ય પ્રકાશ વીર NDA ના નેતાઓ સાથે મંચ શેર કરી રહ્યા હતાં.
જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી જ્યારે ગયાજી પહોંચ્યા હતાં, ત્યારે મંચ પર નવાદામાંથી RJD ના વર્તમાન ધારાસભ્ય વિભા દેવી અને રજૌલી ધારાસભ્ય પ્રકાશ વીરને મળ્યા હતાં. વિભા દેવી હાલમાં જ જેલમાંથી મુક્ત થયેલા બાહુબલી રાજ બલ્લભ યાદવની પત્ની છે. RJD ના બંને ધારાસભ્ય એનડીએના કોઈ પણ પક્ષમાં સામેલ થઈ શકે છે. બંને ધારાસભ્યોએ આરજેડીમાંથી હાલ અંતર જાળવ્યું છે.
MLA પ્રકાશ વીર રાજ બલ્લભ પ્રસાદના અંગત વ્યક્તિ
જણાવવામાં આવ્યું છે કે, NDA ના મંચ પર RJD ના બે ધારાસભ્યોની ઉપસ્થિતિથી રાજકારણમાં હડકંપ મચ્યો છે. ગયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન ધારાસભ્ય વિભા દેવી અને પ્રકાશ વીર મંચ પર બેઠા હતાં. તેમની ઉપસ્થિતિએ આરજેડી છોડવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે, વિભા દેવી RJD ના પૂર્વ ધારાસભ્ય રાજ બલ્લભ પ્રસાદ યાદવના પત્ની છે. હાલમાં જ પટના હાઈકોર્ટના દુષ્કર્મ મામલે રાજ બલ્લભને મુક્ત કર્યા હતાં. તે પહેલાં નવાદાની નીચલી કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતાં. રાજૌલી મત વિસ્તારમાંથી આરજેડી ધારાસભ્ય પ્રકાશ વીર રાજ બલ્લભ પ્રસાદના અંગત વ્યક્તિ છે. તેમને આગામી વિધાનસભા ચૂંટણી માટે પક્ષ તરફથી ટિકિટ મળવાની કોઈ સંભાવના જણાતી નથી. નવાદામાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન આરજેડી નેતા તેજસ્વી પ્રસાદે ટિકિટ મુદ્દે સ્પષ્ટ સંકેત આપ્યા હતાં.