ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વાસણામાં ૩ વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી

હોટલમાં રૂમ બુક કરાવવા માટે નકલી આધારકાર્ડ બનાવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમદાવાદના વાસણા વિસ્તારમાં વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાણમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા માટે આરોપીઓએ સગીરાનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યું હતુ, અને એક વાર હોટલમાં પણ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કિશોરી અને વિધર્મી યુવકને ઝડપ્યા અને સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીની દિકરી તથા તેની બંન્ને બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આરોપીઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સના આધારે ૦૧-અમીરઅલી સાકૌરઅલી શેખ ૦૨-મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની ૦૩-અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીની ધરપકડ કરી છે, તો ગુપ્તાનગરમાં મકાન ભાડે રાખી આ લોકો રહેતા હતા અને કિશોરીને ફસાવી હતી.

પ્રેમ સંબંધ બાંધવા દબાણ

અમીરઅલી સાકીરઅલી શેખ તથા મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની તથા અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીએ એક વર્ષ અગાઉથી ફરીયાદીની દિકરી તથા તેની બે બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય અને બ્રીજેશ નામના હિંદુ યુવકે મોહમંદસીરાજ સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી ગુનો કર્યો હોવાની હકીકત જાણવા મળી હતી.

આ કામના આરોપી મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની રહે-લાલભાઈ ભરવાડના મકાનમા ગુપ્તાનગર વાસણા રહે છે, આરોપીઓએ ભોગ બનનારના ખોટા નામનુ અને ખોટી ઉંમરનું ડુપ્લીક્ટ આધારકાર્ડ અરવિંદ અજયભાઈ ચૌહાણે બનાવ્યું હોવાની વાત સામે આવી છે, દોઢેક વર્ષ પહેલા કોઈપણ સમયે હોટલમા રૂમ બુક કરાવવા માટે બનાવડાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ જેમા આરોપીઓની અટક કરવામાં આવી છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.