Last Updated on by Sampurna Samachar
મહુવા તાલુકાના કોંજળી ગામે હત્યા સાથે સોનાના દાગીનાની લૂંટ
મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહુવા તાલુકાના કોંજળી ગામે લૂંટ વિથ મર્ડરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ૭૭ વર્ષના એક વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં ર્નિદયતાપૂર્વક હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટ કરી ચોર-લૂંટારુ ભાગી ગયો છે. જે સમગ્ર ઘટનાને લઈ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટના અંગે બનાવની વાત કરીએ તો રાત્રિના સમયે કોંજળી ગામે આ બન્યો હતો. કોંજળી ગામે રહેતા ઉજીબેન નામના ૭૬ વર્ષીય વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા હુમલાખોરોએ વૃદ્ધાનું મોઢું અને ગળું દબાવીને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ હત્યારાઓએ વૃદ્ધાના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
હત્યારાઓને પકડવા પોલીસના ચક્રો ગતિમાન
બાદમાં ઘરમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા આ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વૃદ્ધ મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, વૃદ્ધ મહિલાનું મૃત્યુ કુદરતી નહીં, પરંતુ ગળું દબાવી દેવાથી થયું છે, જેથી હત્યાનો કેસ નોંધાયા બાદ આ આખો મામલો લૂંટ વિથ મર્ડર હોવાનું ખુલવા પામ્યું છે.
હાલ આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટ વિથ હત્યાનો ગુનો ફરિયાદ દાખલ કરવી છે. ત્યારે મહુવા ગ્રામ્ય પોલીસે આ ગંભીર ગુનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાની હત્યા કરનાર અજાણ્યા હત્યારાઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે એમ મહુવા ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું હતું.