Last Updated on by Sampurna Samachar
જાપાનના પ્રધાનમંત્રી વૃદ્ધોને સન્માનિત કરે છે
૫૫મી વખત બનાવ્યો આ રેકોર્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાપાને ૫૫મી વખત વૃદ્ધોની સૌથી વધુ વસ્તીનો રેકોર્ડ બનાવ્યો છે. આશરે ૧ લાખ લોકો એવા છે જેણે ૧૦૦ વર્ષની ઉંમર પાર કરી લીધી છે. તેમાં ૮૭ હજારથી વધુ મહિલાઓ છે અને ૧૨ હજારથી વધુ પુરૂષો છે. તો કુલ ૩૬૧ લાખ લોકો એવા છે જેની ઉંમર ૬૫ વર્ષથી ઉપર છે. જાપાન સરકારથી જારી આંકડા પ્રમાણે ૯૩ લાખ લોકો એવા છે, જે નોકરી કરે છે. કુલ વસ્તીથી તુલનાની વાત કરીએ તો ૭માંથી ૧ કર્મચારી ૬૫ વર્ષની ઉંમર પાર કરી ચૂક્યો છે. તેવામાં કંપનીઓ પાસે વૃદ્ધોને સુવિધા આપવા અને કામને અનુકૂળ માહોલ તૈયાર કરવો પણ એક પડકાર છે.

આંકડા પ્રમાણે જાપાનમાં ૧૫૦ લાખ પુરૂષ અને ૨૦૫ લાખ મહિલાઓ વૃદ્ધ છે. જાપાનની એજન્સી પ્રમાણે ૨૦૪૦ સુધી જાપાનમાં વૃદ્ધોની વસ્તી ૪૦ કરોડની આસપાસ પહોંચી જશે. આ મામલામાં બીજા સ્થાને ઇટાલી છે, જ્યાં ૨૫ ટકા લોકો ૬૫ વર્ષથી ઉપરના છે. તો જર્મનીમાં ૨૩ ટકા લોકો વૃદ્ધ છે. જાપાનમાં ૧૫ સપ્ટેમ્બરે વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જાપાનના પ્રધાનમંત્રી વૃદ્ધોને સન્માનિત કરે છે. તેને ચાંદીનો ગ્લાસ અને શુભેચ્છા પત્ર આપવામાં આવે છે.
સ્વસ્થ દેશોની વાત આવે તો જાપાન બીજા સ્થાને
જાપાનમાં સૌથી વધુ ઉંમરની મહિલા ૧૧૪ વર્ષની છે. તો વૃદ્ધોમાં કિયોતાકા મિજુનોની ઉંમર ૧૧૧ વર્ષ છે. મહત્વનું છે કે જાપાનાં જીવનદર ૯૫ ટકા છે. દુનિયામાં સૌથી વધુ જીવતા લોકોના મામલામાં જાપાન ચોથા સ્થાને છે. તો સૌથી વધુ સ્વસ્થ દેશોની વાત આવે તો જાપાન બીજા સ્થાને છે.
તમે જાણીને ચોંકી જશો કે ૧૯૬૩ સુધી જાપાનમાં ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા માત્ર ૧૫૩ હતી. પરંતુ ત્યારબાદ સ્વાસ્થ્યને લઈ સરકારે પહેલ શરૂ કરી. લોકોને જાગૃત કર્યાં. ખાંડના ઓછા ઉપયોગ પર ભાર આપવામાં આવ્યો. જાપાનમાં વ્યાયામને મહત્વ આપવામાં આવ્યું અને ઘણી સ્કીમો ચલાવવામાં આવી. આગામી ૧૮ વર્ષમાં જાપાનમાં ૧૦૦ વર્ષથી વધુ લોકોની સંખ્યા ૧૦૦૦ને પાર કરી ગઈ. તો વર્ષ ૨૦૦૦ આવતા જાપાનમાં ૧૦ હજાર વૃદ્ધો ૧૦૦ વર્ષથી મોટી ઉંમરના થઈ ગયા હતા.