Last Updated on by Sampurna Samachar
૧૨ લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં
આવકવેરા ફોર્મ સરળ બનાવવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણામંત્રી ર્નિમલા સીતારમણે બજેટ ૨૦૨૬માં આવકવેરાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર આગામી ૧ એપ્રિલ, ૨૦૨૬ થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. મહત્ત્વની વાત એ છે કે, હાલ, ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે આવકવેરા ફોર્મ સરળ બનાવવામાં આવશે. નવો કાયદો ૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલમાં આવશે. આ કાયદામાં ટેકનિકલ ભૂલો માટે દંડને દંડથી બદલવાનો પ્રસ્તાવ છે. નાના કર ગુનાઓ પર જ દંડ લાગશે. વિદેશ મુસાફરી પર કર ઘટાડવામાં આવશે. વિદેશ મુસાફરી માટે TCS દર ૫% થી ઘટાડીને ૨% કરવામાં આવ્યો છે. ૩૧ જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરી શકાય છે. આ કાયદામાં અઘોષિત આવકને રૂ.૧ કરોડ સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે.
* સરળ ફોર્મ: આવકવેરા રિટર્ન ભરવા માટેના ફોર્મને એકદમ સરળ બનાવવામાં આવશે જેથી સામાન્ય કરદાતા પણ આસાનીથી રિટર્ન ફાઈલ કરી શકે.
* દંડમાં રાહત: ટેકનિકલ ખામીઓ બદલ હવે સજાને બદલે માત્ર દંડની જાેગવાઈ કરવામાં આવી છે. નાના ટેક્સ ગુનાઓ માટે જેલની સજા નહીં, પણ માત્ર આર્થિક દંડ લાગશે.
* વિદેશ પ્રવાસ સસ્તો: વિદેશ પ્રવાસ પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશ યાત્રા માટે TCS નો દર ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે.
* અઘોષિત આવક: અઘોષિત આવકની મર્યાદા વધારીને ૧ કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે, જેનાથી કાયદાકીય ગૂંચવણો ઓછી થશે.
* રિટર્ન ફાઈલિંગ: બરના બદલે હવે ૩૧ જુલાઈ સુધી પોતાનું રિટર્ન ફાઈલ કરી શકશે. નોન-ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટ માટે રિટર્ન ભરવાની મુદત ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
* NRI પ્રોપર્ટી: જ્યારે કોઈ નિવાસી ભારતીય NRI પાસેથી પ્રોપર્ટી ખરીદે ત્યારે TDS કાપવો પડશે, જેના માટે હવે TAN ની જરૂરિયાત અંગેના નિયમો સરળ બનશે.
* ક્લાઉડ સર્વિસ પર ૨૦૪૭ સુધી છૂટ: ડિજિટલ ઈન્ડિયાને વેગ આપવા માટે ક્લાઉડ સર્વિસ પર ૨૦૪૭ સુધી ટેક્સ ફ્રી સુવિધાની જાહેરાત કરવામાં આવી છે.
* એક્સિડન્ટ ક્લેમ પર રાહત: મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળેલા વળતરના વ્યાજ પર હવેથી ઇન્કમ ટેક્સ નહીં લાગે અને તેના પર કોઈ TDS પણ કાપવામાં આવશે નહીં.
* કસ્ટમ ડ્યુટી: કસ્ટમ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી છે. ૧૭ કેન્સર વિરોધી દવાઓ અને ૭ અન્ય દુર્લભ રોગોની દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
બજેટ ૨૦૨૬-૨૭માં ઇન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર અંગે કોઈ જાહેરાત કરાઈ નથી. જેને લઈને હવે કરદાતાઓએ ગત બજેટમાં જાહેર કરાયેલા ટેક્સ રિજિમ મુજબ જ ટેક્સ ચૂકવવાનો રહેશે. જણાવી દઈએ કે, ૧૨ લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. આ સાથે રૂ. ૭૫૦૦૦ સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે.
જો તમારી આવક ૧૨ લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂ. ૭૫૦૦૦ પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ ૧૨૭૫૦૦૦ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં ૧૨થી ૧૫ લાખ સુધીની આવક પર ૧૫ ટકા ટેક્સ, ૧૫ લાખથી ૨૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને ૨૦ લાખથી ૨૫ લાખ સુધીની આવક પર ૨૫ ટકા, ૨૫ લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.
આવકવેરાની ગણતરી માટે વ્યક્તિની તમામ સ્ત્રોતની આવક ધ્યાનમાં લેવાય છે, જેમાં પગાર, પ્રોપર્ટીનું ભાડું, હોમ લોનનું વ્યાજ, શેરબજારનો નફો અને મિલકતની ખરીદ-વેચાણની આવકનો સમાવેશ થાય છે.