Last Updated on by Sampurna Samachar
સાણંદમાં એમડી ડ્રગ્સ સાથે ૪ સપ્લાયરો ઝડપાયા
પોલીસે આરોપીઓ પાસેથી ૨૦ ગ્રામથી વધુ MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરફેરી રોકવા માટે પોલીસે ખાસ ઝુંબેશહાથ ધરી છે. આ દરમિયાન સાણંદ પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરીને MD ડ્રગ્સનું સપ્લાય કરનારટોળકીના ૪ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ પકડાયેલા સપ્લાયરો મુખ્યત્વે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાંયુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સની હેરફેરી કરતા હતા. સાણંદ પોલીસે આરોપીઓ પાસેથી ૨૦ગ્રામથી વધુ સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થાની બજાર કિંમત લાખોમાં હોવાનું અંદાજવામાં આવીરહ્યું છે.
જથ્થાની બજાર કિંમત લાખોમાં હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે
પકડાયેલા ચારેય આરોપીઓની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સનોજથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કયા મોટા માથાઓ સંકળાયેલા છે, તેદિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાણંદ પોલીસની આ સફળ કામગીરીથી ડ્રગ માફિયાઓમાંફફડાટ ફેલાઈ ગયો છે.