ખેતરની ઓરડીમાં ચાલતું હતું નેટવર્ક

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સાણંદના લોદરીયાળમાં SOGની  રેડ, ૬૪ ગ્રામ MD ડ્રગ્સ સાથે નરેશ પટેલની ધરપકડ

બજાર કિંમત અંદાજે રૂપિયા .૯૨ લાખ થાય છે પોલીસે સ્થળ પરથી નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલનામના શખ્સની ધરપકડ કરી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી  સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં દરોડા પાડીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એકઆરોપીની ધરપકડ કરી છે. કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનું નશીલું દ્રવ્ય કબજે કર્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, SOG ને બાતમી મળી હતી કે સાણંદના લોદરીયાળ ગામમાં ખેતરની એકઓરડીમાં ડ્રગ્સનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે રેડ કરતા ત્યાંથી ૬૪ ગ્રામ MD ડ્રગ્સમળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા .૯૨ લાખ થાય છે. પોલીસે સ્થળ પરથી નરેશભાઈ ઉર્ફેગોપાલભાઈ કોળી પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે સંગ્રહ કરી રહ્યોહતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત વજન કાંટો, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા .૯૭ લાખનોમુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી વિરૂદ્ધ ચાંગોદરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવીછે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદના અન્ય કયા વિસ્તારોમાં તેને સપ્લાયકરવાનો હતો, તે દિશામાં હવે પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.