Last Updated on by Sampurna Samachar
લોકો સવારે નવ વાગે પહોંચ્યા તો તબીબો બપોરે ચાર વાગે
એક કલાકમાં ૩૦ મહિલાઓના ઓપરેશન કર્યા હોવાનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદના સંજેલીમાં ઓપરેશન કેમ્પમાં બેદરકારી સામે આવી છે. સરકારી ડોક્ટરના અભાવે ખાનગી ડોક્ટર બોલાવ્યા હતાં. એક કલાકમાં ૩૦ મહિલાઓના ઓપરેશન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું કરવામાં આવેલ આયોજનમાં એક પલંગમાં બે મહિલાઓને આરામ કરવા ફાળવાયો હતો. લોકો સવારે ૯ વાગ્યાથી પહોંચ્યા હતાં અને ડોક્ટરો બપોરે ચાર વાગે આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા ઓપરેશનનો મુદ્દો હજી ચર્ચામાં છે. ત્યારે દાહોદમાં પણ કુટુંબ નિયોજનના ઓપરેશનનો મુદ્દો સામે આવ્યો છે. દાહોદમાં સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજેલીમાં આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ કલાકમાં ૩૦ મહિલાઓના ઓપરેશન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
એક પલંગ પર બે મહિલાઓને રાખવામાં આવી
આ કેમ્પમાં સરકારી ડોક્ટરોના અભાવે ખાનગી ડોક્ટરો દ્વારા ઓપરેશન કરાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લોકો સવારે ૯ વાગ્યાથી કેમ્પમાં પહોંચ્યા હતાં. જ્યારે ડોક્ટરો બપોરે ચાર વાગ્યે આવ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. મહિલાઓને આરામ કરવા માટે પણ એક પલંગ આપવામાં આવ્યો હતો.જેમાં એક પલંગ પર બે મહિલાઓને રાખવામાં આવી હતી. નાના બાળકોને શાંત રાખવા માટે સાડીમાં બાંધીને ઝૂલાવવા પડ્યા હતાં.