Last Updated on by Sampurna Samachar
હત્યારો બીજું કોઈ નહીં પણ મૃતક મહિલા સાથે અનૈતિક સંબંધ ધરાવનારો પુત્રનો જ પરમ મિત્ર નીકળ્યો
કોથળામાં પેક કરેલો મૃતદેહ જોઈ પોલીસ પણ સ્તબ્ધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરમાં રામનવમીના પવિત્ર પર્વ પર જ એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય પરપ્રાંતિય વિધવા મહિલાની ગળે ટૂંપો દઈ કરપીણ હત્યાકરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ હત્યામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હત્યારોબીજું કોઈ નહીં પણ મૃતક મહિલા સાથે અનૈતિક સંબંધ ધરાવનારો પુત્રનો જ પરમ મિત્ર નીકળ્યો છે.

મૂળ મથુરાની વતની અને ત્રણ સંતાનોની માતા એવી રીન્કી દેવી ગત ૨૩ માર્ચથી ગુમ હતી. પરિવારે શોધખોળઆદરી હતી, જેમાં પુત્ર રોહિતનો મિત્ર વિજય વિઠ્ઠલ ઓડિચ પણ સાથે રહ્યો હતો. ગતરોજ વિજયના જઘરમાંથી રીન્કી દેવીનો કોથળામાં પેક કરેલો મૃતદેહ મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
મૃતક મહિલા અને વિજય વચ્ચે અનૈતિક સંબંધો
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક મહિલા અને વિજય વચ્ચે અનૈતિક સંબંધો હતા. રીન્કીદેવી વિજય પાસે પૈસાની માંગણી કરતી હતી અને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતી હતી. આમાથાકૂટથી છુટકારો મેળવવા વિજયે રીન્કી દેવીને પોતાના ઘરે બોલાવી ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી.
હત્યા કર્યા બાદ પાપી હૃદયના વિજયે લાશને કોથળામાં ભરી પોતાના જ ઘરમાં સંતાડી દીધી હતી. એટલું જનહીં, જે પુત્રની માતાને તેણે મારી નાખી હતી, તે જ પુત્ર રોહિત સાથે બે દિવસ સુધી માતાને શોધવાનું નાટક પણકર્યું હતું. સીટી સી. ડિવિઝન પોલીસે આરોપી વિજય ઓડિચની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ જામનગરમાં મિત્રતા અને સંબંધો પર અનેક સવાલો ઉભા કર્યા છે.