Last Updated on by Sampurna Samachar
મોડી રાત્રે તિરુવનંતપુરમ એરપોર્ટ પર કરાયુ લેન્ડ
જેટમાં ઇંધણનો અભાવ હોવાનું જાણવા મળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટિશ નૌકાદળના F -૩૫ ફાઇટર જેટે રાત્રે ઇંધણના અભાવે કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હોવાની માહિતી મળી હતી. આ જેટ HMS પ્રિન્સ ઓફ વેલ્સ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ છે. જે તાજેતરમાં ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત કવાયતમાં સામેલ હતું. ખરાબ હવામાનને કારણે નિર્ધારિત રિફ્યુઅલિંગ પોઇન્ટ પર લેન્ડિંગ શક્ય નહોતું.

બ્રિટિશ નૌકાદળમાં તૈનાત F-૩૫ ફાઇટર જેટે મોડી રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. જે પાછળનું કારણ જેટમાં ઇંધણનો અભાવ હોવાનું કહેવાય છે. પાઇલટને ખ્યાલ આવતા જ કે પેટમાં ઇંધણનો અભાવ છે અને તે ગમે ત્યારે અકસ્માતનો ભોગ બની શકે છે. આ પછી, તેણે નજીકના હવાઈ ક્ષેત્રમાંથી ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. તેને કેરળના નજીકના તિરુવનંતપુરમ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.
આ જેટ ખાસ વિશેષતાઓ માટે જાણીતું
જ્યાં ઇમરજન્સી લેન્ડિંગ થયા બાદથી આ ફાઇટર જેટ તિરુવનંતપુરમમાં ઊભું છે. આ જેટ યુકેના HMS પ્રિન્સ ઓફ વેલ્સ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ છે, જે હાલમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તૈનાત છે અને તાજેતરમાં ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત કવાયત પૂર્ણ કરી છે.
તિરુવનંતપુરમમાં ફાઈટર જેટનું લેન્ડિંગ માટે અત્યાર સુધી ઘણા કારણો પ્રકાશમાં આવ્યા છે. સૌથી મોટું કારણ ઈંધણનો અભાવ હોવાનું કહેવાય છે. જેટ તેના નિર્ધારિત સ્થળેથી ઈંધણ પણ લઈ શકતું હતું. જોકે, ખરાબ હવામાનને કારણે ત્યાં લેન્ડિંગ થઈ શક્યું ન હતું. આ જ કારણ છે કે તિરુવનંતપુરમમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
યુકે નૌકાદળમાં તૈનાત આ F-૩૫ ફાઈટર જેટ HMS પ્રિન્સ ઓફ વેલ્સ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ છે. તેને વિશ્વનું સૌથી ખતરનાક ફાઈટર જેટ માનવામાં આવે છે. જે હાલમાં ઈન્ડો-પેસિફિકમાં કાર્યરત છે. તાજેતરમાં, તેણે ભારતીય નૌકાદળ સાથે યુદ્ધ કવાયત કરી હતી. F-૩૫ એક પ્રકારનું ફાઈટર જેટ છે, જે બ્રિટનનું છે. તે તેની ખાસ વિશેષતાઓ માટે જાણીતું છે, જે તેને વિશ્વનું સૌથી શક્તિશાળી ફાઇટર જેટ બનાવે છે. તે અદ્યતન સ્ટીલ્થ ટેકનોલોજી સાથે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે. ટૂંકા અને મધ્યમ અંતરની મિસાઇલોથી સજ્જ, આ ફાઇટર એરક્રાફ્ટમાં એવી વિશેષતા પણ છે કે દુશ્મનનું રડાર પણ તેને શોધી શકતું નથી.