Last Updated on by Sampurna Samachar
૧૮ માર્ચ બાદ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે
કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી વધવાનું અનુમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગની આગામી મુજબ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ ફરી એક વાર તાપમાનના પારો ૨ થી ૩ ડીગ્રી ઉંચો થતાં કાળઝાળ ગરમી અનુભવાશે.

હવામાન વિભાગ દ્રારા આગામી ૩ થી ૪ દિવસ આકરી ગરમીની આગાહી કરાવમાં આવી છે. નોંધનિય છે કે, રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રી પહોંચે તેવી શક્યતા
રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૮ માર્ચ બાદ વધુ ગરમી અનુભવાશે, આ સમય દરમિયાન દિવસ અને રાત્રિના તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. કેટલાક શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.
ત્યારે પાટણ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. અહીં સવારથી આકરી ગરમી અનુભવાય. સવારે તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી દિવસોમાં ૪ ડિગ્રી તાપમાનનો પારો ઉંચે જવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. જેના કારણે ગરમી ૪૨ ડીગ્રીને આંબે તેવી શક્યતા છે. ખાસ કરીને આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી વધવાનું અનુમાન છે.
રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન ૩૬ ડિગ્રીને પાર ગયું છે.અમદાવાદમાં ૩૭.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૭.૬ ડિગ્રી,ડીસામાં ૩૬.૬ ડિગ્રી, વડોદરામાં ૩૭.૬ ડિગ્રી,સુરતમાં ૩૭.૨, ભુજમાં ૩૬.૭ ડિગ્રી,અમરેલીમાં ૩૮.૧ ડિગ્રી, પોરબંદરમાં ૩૨.૨ ડિગ્રી,ભાવનગરમાં ૩૬.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડિગ્રી,મહુવામાં ૩૫.૬ ડિગ્રી, કેશોદમાં ૩૬.૫ ડિગ્રી તાપમાન નોધાયું છે.