Last Updated on by Sampurna Samachar
કેટલાક મતોને ઇરાદાપૂર્વક અમાન્ય જાહેર કરવામાં આવ્યા
વિપક્ષી છાવણીએ ઓછામાં ઓછા ૩૧૫ મતોની ગણતરી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત માનવામાં આવતો હતો, પરંતુ વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનને ખરો ફટકો તેમના પોતાના મતબેંકમાં થયેલા ઘટાડાથી પડ્યો છે. તેમના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને માત્ર ૩૦૦ મત મળ્યા હતા, જ્યારે વિપક્ષી છાવણીએ ઓછામાં ઓછા ૩૧૫ મતોની ગણતરી કરી હતી.
મળતા અહેવાલ મુજબ, વિપક્ષી નેતાઓએ અપેક્ષા રાખી હતી કે રેડ્ડીને ૩૧૫ થી ૩૨૪ મત મળશે. પરંતુ પરિણામો દર્શાવે છે કે ઓછામાં ઓછા ૧૫ મત વિપક્ષના નેતાઓ NDA ના ઉમેદવારે વોટ કર્યો હોઈ શકે છે. કેટલાક મતોને ઇરાદાપૂર્વક અમાન્ય જાહેર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
વિપક્ષના નેતાઓમાં ૧૫ નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું
પરિણામો પછી, વિપક્ષી નેતાઓ પક્ષદ્રોહીઓની શોધ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી અને શિવસેના અને NCP (શરદ પવાર)ના નેતાઓ પર સૌથી વધુ આંગળીઓ ઉંચી થઈ રહી છે. રાજસ્થાન અને તમિલનાડુના એક-એક સાંસદે આપેલા મતો પર પણ ચર્ચા થઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટી વ્હીપ લાગુ પડતો નથી, તેથી નેતાઓ માટે ક્રોસ વોટિંગ સરળ બન્યું હતું.
મતદાન પછી તરત જ, કોંગ્રેસના જયરામ રમેશે પર લખ્યું હતું કે વિપક્ષે ૧૦૦% હાજરી નોંધાવી અને ૩૧૫ સાંસદોએ મતદાન કર્યું. પરંતુ પરિણામોના બે કલાકમાં, આ એકતા તૂટી ગઈ હોય તેવું લાગતું હતું. વિપક્ષના નેતાઓને આશા હતી કે આ ચૂંટણી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા એકતા દર્શાવશે, પરંતુ તેનાથી વિપરીત વિપક્ષના નેતાઓમાં ૧૫ નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
આ ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા ૭૮૧ હતી, જેમાંથી ૭૬૭ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. મત ગણતરીમાં, ૭૫૨ મત માન્ય અને ૧૫ અમાન્ય હોવાનું જાણવા મળ્યું. આ રીતે, જીત માટે ઓછામાં ઓછા ૩૭૭ મત જરૂરી હતા. વિપક્ષી ઉમેદવાર વી સુદર્શન રેડ્ડીને ફક્ત ૩૦૦ પ્રથમ પસંદગીના મત મળ્યા હતા.