ઓપરેશન સિંદુરનો લોગો આ કર્મીઓ દ્વારા ડિઝાઇન કરાયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતીય સેના દ્વારા નામ જાહેર કરવામાં આવ્યા

લોગોએ દેશના કરોડો લોકોનું ખેંચ્યુ ધ્યાન

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારતીય સશસ્ત્ર દળના ઓપરેશન સિંદૂરને લઈને દરેક ભારતીય ગર્વની લાગણી અનુભવે છે. પરંતુ, આ ઓપરેશનની માહિતી આપતા દરમિયાન જે લોગો બનાવવામાં આવ્યો તે કોણે ડિઝાઇન કર્યો તે વિશે અનેક લોકો અજાણ છે. હકીકતમાં ઓપરેશન સિંદૂરનો સરળ અને પ્રતિકાત્મક લોકો બે સૈન્યકર્મી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ લોગોએ દેશના કરોડો લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

૨૨ એપ્રિલે પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ૬ મેની રાત્રે પાકિસ્તાન અને ર્ઁદ્ભમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ નવ આતંકી ઠેકાણાને નષ્ટ કરી દેવાયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટર સાથે માર્મિક સંદેશ જાહેર કર્યો હતો, જે ઓપરેશન સિંદૂરની છબી હતી.

બે સૈન્યકર્મીઓની તસવીરો લોગો સાથે શેર કરી

ઓપરેશન સિંદૂરને સમર્પિત ભારતીય સેના મેગેઝિન બાતચીતના નવીનતમ સંસ્કરણ મુજબ, આ લોગો લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિન્દર સિંહ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. સેનાએ આ પત્રિકામાં પોતાના વિશેષ અંકમાં બે સૈન્યકર્મીઓની તસવીરો લોગો સાથે શેર કરી હતી. સતર પાનાની આ પત્રિકાના શરૂઆતિ ભાગમાં ઓપરેશન સિંદૂરના લોગો સાથે સૌથી ઉપર ભારતીય સેનાનું ચિહ્ન મૂકવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા પોષિત આતંકવાદ કોઈ પરોક્ષ યુદ્ધ નથી, પરંતુ સમજી વિચારીને કરવામાં આવેલી યુદ્ધની વ્યૂહનીતિ છે અને ભારત તેના અનુસાર જવાબ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના શહેરી વિકાસના કાર્યક્રમમાં કહ્યું કે, વસુધૈવ કુટુમ્બરકમ્ અમારો સંસ્કાર છે, અમે અમારા પાડોશીની પણ ખુશી ઈચ્છીએ છીએ પરંતુ, જો તમે અમારી શક્તિને પડકાર ફેંકો છો, તો ભારત વીરોની ભૂમિ છે.

અમે આને પરોક્ષ યુદ્ધ ન કહી શકીએ, કારણ કે છ મેની રાત્રે (પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર ભારતીય હુમલા)માં મોતને ઘાટ ઉતારવામાં આવેલા આતંકીઓને રાજકીય સન્માન આપવામાં આવ્યું છે. તેમના તાબૂત પર પાકિસ્તાની ઝંડા લપેટવામાં આવ્યા અને સેનાએ તેને સલામી પણ આપી. જેનાથી સાબિત થાય છે કે, આતંકી ગતિવિધિ ફક્ત પરોક્ષ યુદ્ધ નથી પરંતુ, તેમના તરફથી સમજી વિચારીને કરવામાં આવેલી યુદ્ધની વ્યૂહનીતે છે. જો તે યુદ્ધમાં સામેલ થાય છે, તો જવાબ પણ એ મુજબ જ મળશે. નોંધનીય છે કે, આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી ગુજરાત મુલાકાત હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.