Last Updated on by Sampurna Samachar
સોલા વિસ્તારમાં કારની અંદર ૪૫ વર્ષીય શખસનું મોત
તપાસ દરમિયાન મૃતકની ઓળખ ૪૫ વર્ષીય હર્ષદ પ્રજાપતિ તરીકે થઈ હતી, જેઓ મૂળ શેલા ગામના રહેવાસી હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સોલા વિસ્તારમાં ગત સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોગાર્ડન પાસે રહેતાઅને મૂળ શેલા ગામના ૪૫ વર્ષીય વ્યક્તિનું કારમાં જ હાર્ટ એટેક આવવાને કારણે મોત નિપજ્યું હતું.સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં જ ડ્રાઈવિંગ સીટ પર તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

મળતી માહિતી અનુસાર, ગુરુવારે (બીજી એપ્રિલ) સાંજના સમયે સોલા પોલીસને માહિતી મળી હતી કે, એકકાર રસ્તા પર ઉભી છે અને તેમાં ચાલક બેભાન અવસ્થામાં છે. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળેપહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે કારની અંદર એક વ્યક્તિ ડ્રાઈવર સીટ પર સીટ બેલ્ટબાંધેલી હાલતમાં નિશ્ચેત પડ્યા છે. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ૪૫ વર્ષીય હર્ષદ પ્રજાપતિ તરીકે થઈહતી, જેઓ મૂળ શેલા ગામના રહેવાસી હતા.
ઘટનાસ્થળે બોલાવવામાં આવેલી ૧૦૮ની ઇમરજન્સી ટીમે તપાસ બાદ હર્ષદભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન મળી આવ્યા ન હતા.પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું જણાય છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાંઆવ્યો હતો.