Last Updated on by Sampurna Samachar
નિઝામપુરામાં વોર્ડ–૧ની અસ્મિતા પાર્કમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા
પાલિકાની ચૂંટણીમાં ચૂંટાનારા નવા કોર્પોરેટરોને અગાઉથી જ આ જવાબદારી મળી જતા ચૂંટણીમાં રસાકસી જામવાની શક્યતા રહેલી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વોર્ડ નં.૧માં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી સહિત આસપાસનીસોસાયટીઓમાં પ્રાથમિક સમસ્યા પીવાના પાણી, ડ્રેનેજ અને રસ્તાના પ્રશ્નનો ઉકેલ નહીં આવતા અસ્મિતાસોસાયટીમાં ‘પાણી નહીં તો વોટ નહીં‘ બેનરો લાગતા પાલિકાની ચૂંટણીમાં ચૂંટાનારા નવા કોર્પોરેટરોનેઅગાઉથી જ આ જવાબદારી મળી જતા ચૂંટણીમાં રસાકસી જામવાની શક્યતા રહેલી છે.

નિઝામપુરાના વોર્ડ નં.૧ની અસ્મિતા પાર્ક સહિત આસપાસની સોસાયટીઓનું અસ્તિત્વ ૪૦થી વધુ વર્ષથી થયુંછે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી પીવાના પાણીનો પ્રશ્ન સ્થાનિકોને મૂંઝવી રહ્યો છે. આ અંગે લોકોએતત્કાલીન કોર્પોરેટરોને તથા વોર્ડ કક્ષાએ અને પાલિકામાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુઆજ દિન સુધી મૂળભૂત જરૂરિયાત પાણીની સમસ્યાનો પ્રશ્ન ઉકેલાયો નથી. આગામી ચૂંટણીમાં પક્ષ ગમે તે હોય પરંતુ આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો પાલિકાની ચૂંટણીનોઅચૂક બહિષ્કાર કરશે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.