હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતમાં ૧૮૦ ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં

બેંગલુરુ અને કોલકાતામાં અનુક્રમે ૩૪ અને ૫ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જાેવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે ૪ માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે ૧૮૦ ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ ૯૩ ફ્લાઈટ્સ રદ્દ થઈ.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને વિદેશી એડવાઈઝરી

દિલ્હી એરપોર્ટ: કુલ ૫૨ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ. બેંગલુરુ અને કોલકાતા: અનુક્રમે ૩૪ અને ૫ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.
ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું છે કે ૨૮ ફેબ્રુઆરીથી ૩ માર્ચ વચ્ચે તેમની ૫૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ્દ થઈ છે. એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઈટ્સ ૫ માર્ચ ૨૦૨૬ની રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

જાેકે, ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-દુબઈ-દિલ્હી રૂટ પર મોટા વિમાન સાથે વધારાની ફ્લાઈટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદ્દાહ માટેની કેટલીક ફ્લાઈટ્સ ૫ માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે.

કતર: દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એરસ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત છે.
UAE નો મોટો ર્નિણય: ફ્લાઈટ રદ્દ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે UAE સરકારે ‘ઓવરસ્ટે પેનલ્ટી‘ (દંડ) માફ કરી દીધી છે.

બ્રિટન અને અમેરિકા: બ્રિટનની ચાર્ટર્ડ ફ્લાઈટ ઉડી શકી નથી, જ્યારે અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહ્યું છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઈરાનમાં ૧,૦૦૦ થી વધુ, લેબનાનમાં ૬૦ અને ઈઝરાયલમાં ૧૨ જેટલા લોકોના મોત થયા છે. આ જંગમાં અમેરિકાના ૬ સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ઈરાન પર હજારો બોમ્બ ઝીંક્યા હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.