Last Updated on by Sampurna Samachar
મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી
વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા પ્રતિનિધિત્વ મળે તે જરૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પીએમ મોદીએ મહિલા અનામત વિધેયક(નારી શક્તિ વંદન વિધેયક) અંગે રાષ્ટ્રને સંબોધતા એક મહત્ત્વનો વીડિયો સંદેશ અને લેખ શેર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આપણે ૨૦૪૭ સુધીમાં ભારતનેવિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રનાવિકાસમાં જોડવી અત્યંત અનિવાર્ય છે.

પીએમ મોદીએ તેમના બે દાયકાથી વધુના સરકારના વડા તરીકેના અનુભવને ટાંકીને કહ્યું હતું કે, મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી.
અનામત એવર્તમાન સમયની મોટી માગ
પીએમ મોદીએ મહિલા અનામત અંગે મહત્ત્વનો સંદેશ આપતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા પ્રતિનિધિત્વ મળે તે અત્યંત જરૂરી છે.
આ લક્ષ્યને પૂર્ણ કરવામાટે છેલ્લા કેટલાક સમયથી તમામ રાજકીય પક્ષો સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે, જેમાં મોટાભાગનાપક્ષોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. પીએમ મોદીએ આ વિષય પર એક વિશેષ લેખ પણ લખ્યો છે અનેદેશવાસીઓને તે વાંચવા તેમજ અન્ય લોકોને પ્રેરિત કરવા વિનંતી કરી છે.
આ સાથે જ પીએમ મોદીએ તમામ પક્ષોને અપીલ કરી છે કે આગામી ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ સંસદમાંઆ વિધેયકને કોઈ પણ અવરોધ વિના પસાર કરવામાં આવે, જેથી દેશની નારી શક્તિને તેમનો હક મળી શકે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત એવર્તમાન સમયની મોટી માગ છે.
જાે આ પ્રક્રિયામાં હવે કોઈ પણ પ્રકારનો વિલંબ થશે, તો તે લોકશાહી અનેરાષ્ટ્રના વિકાસ માટે કમનસીબ ગણાશે. તેમના મતે, મહિલાઓની સક્રિય ભાગીદારીથી જ ભારતની લોકશાહીવધુ મજબૂત અને જીવંત બનશે.