અત્યારસુધીમાં ૧૦ વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ ગરમી પડી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૨૦૨૩ અને ૨૪ સૌથી વધુ ગરમીનો સામનો કરી ચૂકી લોકો

WMO દ્વારા ગરમીને લઇ ચોંકાવનારો રિપોર્ટ

(સંપૂર્ણ સમાચાર સેવા)

સંયુક્ત રાષ્ટ્રના WMO એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ચેતવણી આપી છે કે, આવનારા, પાંચ વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં કોઈ રાહતની આશા નથી. જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આ સમયગાળા દરમિ૨યાન સરેરાશ વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાવાની સંભાવના ૭૦ ટકા છે, જે પેરિસ કરારના લક્ષ્યથી ઉપર છે.

આ સાથે જ ૮૦ ટકા સંભાવના છે કે, આગામી પાંચ વર્ષ (૨૦૨૫-૨૦૨૯)માં ઓછામાં ઓછા એક વર્ષ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ શકે છે. આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો જ્યારે દુનિયા સતત બે વર્ષ (૨૦૨૩ અને ૨૪) સૌથી વધુ ગરમીનો સામનો કરી ચૂકી છે. રિપોર્ટ અનુસાર, પ્રત્યેક વર્ષે ઐતિહાસિક ધોરણે ૧.૨° C થી ૧.૯° C  તાપમાન રહેવાની સંભાવના છે. જે તેની ૧૮૫૦-૧૯૦૦ની સરેરાશ કરતાં વધુ ગરમ છે.

૨૦૨૪ કરતાં પણ વધુ ગરમ હશે

WMO ના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ કો બેરેટે કહ્યું હતું કે, અત્યારસુધીમાં ૧૦ વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ ગરમી પડી છે. દુર્ભાગ્ય રૂપે, આ રિપોર્ટમાં આવનારા વર્ષોમાં કોઈ રાહતનો સંકેત નથી. જેનો અર્થ છે કે, આપણી અર્થવ્યવસ્થા, આપણા દૈનિક જીવન, આપણી ઇકોસિસ્ટમ અને આખા ગ્રહ પર તેનો નકારાત્મક પ્રભાવ વધશે.

૨૦૧૫ ના પેરિસ જળવાયુ કરાર હેઠળ વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. પૂર્વ-ઔદ્યોગિક સ્તરની તુલનામાં ૨ ડિગ્રી સેલ્યિયસથી નીચે અને જો સંભવ હોય તો ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રહેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ તુલના ૧૮૫૦-૧૯૦૦ના સરેરાશ તાપમાન સાથે કરવામાં આવે છે, જ્યારે માણસોએ કોલસો, તેલ અને ગેસનું ઔદ્યોગિક રીતે ઉપયોગ શરૂ કર્યો હતો.

પરંતુ, હવે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો હેતુ લગભગ અસંભવ થઈ ગયો છે કારણ કે, કાર્બન હાઇડ્રોક્સાઇડનું ઉત્સર્જન ઝડપથી વધી રહ્યું છે. WMO ની નવી આગાહીઓ બ્રિટનના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે વિશ્વભરના ઘણા હવામાન કેન્દ્રોના ડેટા પર આધારિત છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૫થી ૨૦૨૯ વચ્ચે દર વર્ષે સરેરાશ તાપમાન ૧.૨ થી ૧.૯ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

મયૂનોથ યુનિવર્સિટીના આબોહવા વિશ્લેષણ નિષ્ણાત પીટર થોર્ને કહ્યું કે, “આ અંદાજ મુજબ આપણે  ૨૦૩૦ ની શરૂઆતમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસની લાંબા ગાળાની મર્યાદાને પાર કરીશું. આ સંભાવના બે થી ત્રણ વર્ષમાં ૧૦૦ ટકા થઈ શકે છે.”  WMO નું એવું પણ કહેવું છે કે ૨૦૨૫ અને ૨૦૨૯ની વચ્ચે એક એવું વર્ષ આવશે જે અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ, ૨૦૨૪ કરતાં પણ વધુ ગરમ હશે. જેની ૮૦ ટકા સંભાવના છે.

WMO ના આબોહવા સેવાના ડિરેક્ટર ક્રિસ્ટોફર હ્યુએટે સમજાવ્યું કે લાંબા ગાળાના તાપમાનમાં વધારાનું મૂલ્યાંકન અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાં છેલ્લા ૧૦ વર્ષના ડેટા અને આગામી દાયકા માટેની આગાહીઓનો સમાવેશ થાય છે.

આ મુજબ, ૨૦૧૫-૨૦૩૪ દરમિયાન ૨૦ વર્ષનો સરેરાશ વધારો ૧.૪૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. તાપમાન ૨ ડિગ્રીસ સુધી વધવાની સંભાવના હાલ માત્ર એક ટકા છે, પરંતુ પહેલી વાર આગાહીઓ દર્શાવે છે કે આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા એક વર્ષમાં તાપમાનમાં ૨ ડિગ્રી સેલ્સિયસથી વધુનો વધારો થશે. આ ચોંકાવનારો રિપોર્ટ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.