જેતપુરની ઘૃણાસ્પદ ઘટના સામે આવી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૯માં ધોરણમાં ભણતા ભાઈએ ૬ વર્ષની બહેન પર આચર્યું દુષ્કર્મ

જેતપુર તાલુકા પોલીસે સગીર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જેતપુર પંથકના એક ગામમાં અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધોરણ ૯માં ભણતા સગીરે પોતાની જ ૬ વર્ષની કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ કિશોર ૬ વર્ષની બહેનને રમવા માટે ઘરની અગાશી પર લઈ ગયો હતો. જ્યાં કિશોરે નાનકડી બાળાને પિંખી નાંખી હતી. આ ઘટનાના ૧૫ દિવસ બાદ બાળકીને પેટમાં સતત દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થયો હતો.
જેતપુર તાલુકા પોલીસે સગીર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, જેતપુર પંથકના એક ગામમાં આ શરમજનક કિસ્સો બન્યો છે. ૯માં ધોરણમાં ભણતા એટલે ૧૪ વર્ષના સગીરે પોતાની જ ૬ વર્ષની માસૂમ કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું છે. આ સગીર બાળકીને ચોર-પોલીસ રમવાના બહાને અગાશી પર લઈ ગયો હતો.

પરિવારજનો હોસ્પિટલ દોડ્યા

જ્યાં રમત રમતમાં તેને પીંખી નાંખી હતી.આ ભયાનક બનાવના ૧૫ દિવસ બાદ બાળકીને પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે માસૂમ બાળકીએ જમવાનું છોડી દેતા પરિવારજનો હોસ્પિટલ દોડ્યા હતા.
સરકારી હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન માસૂમ દીકરી સાથે દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પરિવારે આ અંગે તાત્કાલિક જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ આ સગીર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.