મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘરના મોભીએ જીવ ગુમાવ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

માતા-ભાભીની સારવાર માટે આવેલી પત્નીને લઇ કર્યો ઝઘડો

સસરા સાથે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)

સરખેજ, મણિનગર, વટવા બાદ હવે નારોલમાં હત્યાના બનાવથી શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આ વખતે એક યુવકે તેના ભાઈ સાથે મળીને પોતાના સસરાની હત્યા નિપજાવી છે. માતાની સારવાર અને ભાભીની ડિલિવરી માટે પિયરમાં આવેલ પત્નીને પરત સાસરીમાં લઈ જવા માટે આવતા આ યુવકને તેના સસરા સાથે બોલાચાલી થયા બાદ આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘરના મોભીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

વિગતે વાત કરીએ તો, અમદાવાદમાં ત્રણ-ત્રણ હત્યા બાદ ગઈકાલે રાત્રે નારોલ વિસ્તામાં બાગે કૌસર કેનાલ રોડ પર આવેલ ચિસ્તિયા પાર્કમાં વધુ એક ખુની ખેલ ખેલાયો છે. જ્યાં ઈબ્રાહિમ મન્સૂરી નામના યુવકે તેના ભાઈ મુસ્તુફા મન્સૂરી સાથે મળીને પોતાના સસરા ૬૦ વર્ષિય અઝીઝ મન્સૂરીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થયા

નારોલમાં જમાઈ દ્વારા સસરાની હત્યા કરાઈ હોવાની ઘટના અંગે મળતી માહિતી મુજબ, રાત્રિના સાડા આઠેક વાગ્યાની આસપાસ જમાઈ ઈબ્રાહિમ મન્સૂરી સાસરીમાં સ્થિત તેની પત્નીને લઈ જવા માટે ગયો હતો. જ્યાં સાસરીમાં પહોંચી તું કિતને દિન કા બોલ કે આઈથી, ઓર કિતને દિન હો ગયે. તેમ કહીને પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.

આ બોલાચાલી દરમિયાન તેના સસરા અઝીઝભાઈએ તેઓને શાંતિથી વાત કરવાનું કહીને ઘરની પરિસ્થિતિ સમજવા માટે ટકોર કરી હતી. અઝીઝભાઈએ તેમના જમાઈ (આરોપીને)કહ્યું કે, મારી પત્ની(આરોપીની સાસુ)ને બંને કિડની ફેલ હોવાથી તેનું ઓપરેશન કરાવ્યું હતું. મારી પુત્રવધુ(આરોપીના સાળાની વહુએ) એ દીકરીને જન્મ આપ્યો છે. જેથી સંજોગો વસ દીકરીને(આરોપીની પત્ની)ને બંનેની સારસંભાળ માટે અહીં પિયર રોકી રાખી છે.

જોકે સસરાની આ વાત સાંભળીને જમાઈ ઈબ્રાહિમ મન્સૂરી ઉગ્ર બોલાચાલી કરી ત્યાંથી તે સમયે તો નીકળી ગયો હતો. પરંતુ થોડીવાર બાદ તે(ઈબ્રાહિમ મન્સૂરી) તેના ભાઈ મુસ્તુફા મન્સૂરી અને માતા નફીસા સાથે ફરીથી સસરા અઝીઝભાઈના ઘરે આવી પહોંચ્યો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાન ઇબ્રાહિમની માતા નફીસાએ અઝીઝભાઈની પત્નીને ધક્કો મારી મારામારી શરૂ હતી.

તો બીજી તરફ ઈબ્રાહિમ મન્સૂરીના ભાઈ મુસ્તુફા મન્સૂરીએ અઝીઝભાઈના બે હાથ પકડી રાખ્યા હતા, ત્યાર જમાઈ ઈબ્રાહીમે પોતાની પાસે રહેલી છરીના કાઢી સસરા અઝીઝભાઈ પર આડેધડ ઘા મારવા લાગ્યો હતો, જેથી સસરા લોહિલૂહાણ હાલતમાં જ ઘરમાં ઢળી પડ્યા હતા અને મૃત્યું પામ્યા હતા. આમ હત્યાની ઘટનાને અંજામ આવ્યા બાદ ત્રણ નિપજાવી હતી. આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

બાદમાં સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસને ઘટનાની જાણ થતા જ નારોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આગામી સમયમાં બંને આરોપીઓ પકડાઈ જાય તે માટે ચક્રોગતીમાન કર્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.