Last Updated on by Sampurna Samachar
ઘઉં–એરંડાની નદી વહી, ૩૦૦૦૦ બોરીઓ પાણીમાં તણાઈ
ખેડૂતોને વરસાદના કારણે એરંડા, ઘઉં, વરિયાળી, તમાકુ તેમજ ટામેટા અને રીંગણ જેવા ઉનાળુ બાગાયતી પાક પ્રભાવિત થયા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
માણસા પંથકમાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. આકુદરતી આફતને કારણે ખેતી, પશુપાલન અને વેપાર ક્ષેત્રે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં ખેડૂતોને વરસાદના કારણે એરંડા, ઘઉં, વરિયાળી, તમાકુ તેમજ ટામેટા અને રીંગણ જેવા ઉનાળુ બાગાયતી પાકપ્રભાવિત થયા છે.

ખેડૂતોને થયેલા નુકસાન અંગે માણસા તાલુકાના ખેડૂત પ્રકાશ ચૌધરીના કહ્યું હતું કે, અગાઉ બટાકા અનેઘઉંમાં નુકસાન થયા બાદ હવે આ વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. હવે ગઈકાલે ત્રાટકેલાવાવાઝોડાને કારણે ભેંસોના તબેલા અને છાપરાના પતરા પણ ઉડી ગયા છે. એટલું જ નહીં વાવાઝોડાઆફતમાં માણસા તાલુકામાં ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે અંદાજિત ૭ પશુઓના કરૂણ મોત પણ નિપજ્યાછે.
સર્વે કરાવ્યા બાદ સહાય આપવામાં આવશે
ફક્ત ખેડૂતોને નુકસાન થયું એવું નહીં પરંતુ માણસા APMC માર્કેટમાં વેપારીઓનું પણ લાખોનું નુકસાન થયું છે. મહત્વનું છે કે માણસા છઁસ્ઝ્ર માર્કેટમાં ગઈકાલે અચાનક ત્રાટકેલા વરસાદથી અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટમાં વેચાણ માટે લાવેલ અને વેપારીઓએ ખરીદેલ ઘઉં અને એરંડાની આશરે ૩૦૦૦૦ બોરીઓ પાણીમાં તણાઈ જતા વેપારીઓને પણ લાખોનું નુકસાન થયું છે.
વેપારીના નુકસાન અંગે APMC ડિરેક્ટર યોગેશ પટેલના જણાવ્યા હતું કે, અમારા માણસા માર્કેટનાઅંદાજે ૨૦ લાખનું નુકસાન થયું છે. વેપારી થયેલા નુકસાન કારણે આજે એરંડા પાકની હરાજીનું કામકાજ બંધરાખવાની નોબત આવી છે. સ્થિતિ અંગેની ગંભીરતા જાેતા સ્થાનિક ધારાસભ્ય જે એસ પટેલ પણગ્રાઉન્ડમાં ઉતર્યા હતા.
જે અંગે સ્થાનિક ધારાસભ્ય જે એસ પટેલને APMC ના વેપારીઓએ નુકસાની અંગે રજૂઆત કરી હતી. વેપારીઓની રજૂઆત અંગે ધારાસભ્ય જે. એસ. પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જરૂરી સર્વે કરાવ્યા બાદ સહાય આપવામાં આવશે.
તેમજ ખેડૂતો પણ સરકાર પાસે માંગ કરી છે કે, તેઓની મુશ્કેલીને ધ્યાને રાખી યોગ્ય વળતર આપવામાં તેવી રજૂઆત કરશે. આમ માણસામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેરના કારણે ખેતી અને પશુપાલનમાં ભારે નુકસાન થયું હતું જેના કારણે આજે માણસા APMC માર્કેટમાં હરાજી બંધ રાખવાની નોબત આવી હતી.