Last Updated on by Sampurna Samachar
હવે સમુદ્રની નીચે ૨૧૩ ફૂટની ઊંડાઈએ ફટાફટ દોડશે બુલેટ ટ્રેન
પાણીના બોરિંગનું કામ કરવા ચીનથી ખાશ મશીન મંગાવાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનને ઓગસ્ટ ૨૦૨૭થી શરૂ કરવાની તૈયારી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદથી મુંબઈ (૫૦૮ કિમી) માત્ર ૨ કલાક ૫૦ મિનિટમાં પહોંચી શકાશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે આ ટ્રેન ૨૧ કિમીનું અંતર જમીનની નીચે કાપશે. જેનો કેટલોક હિસ્સો સમુદ્રની નીચેથી પસાર થશે.

પાણીના ૨૧૩ ફૂંટ ઊંડાણમાં ૨૫૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવી સરળ નથી. તે માટે ટનલ બનાવવામાં આવી રહી છે. ચીનથી આવનાર મહામશીનની મદદથી આ કામ ઝડપથી થઈ શકશે.મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ માટે સમુદ્રની નીચે ટનલ બનવાની છે. આ રૂટ પર ૨૧ કિમીનો હિસ્સો જમીન અને પાણીની નીચે છે.
૧૫૦થી વધુ ટ્રેલરોની જરૂર પડશે
પાણીના બોરિંગનું કામ કરવા માટે ચીનથી ખાશ મશીન મંગાવવામાં આવ્યું છે. સમુદ્રની નીચે ટનલ બનાવવા માટે ચીનથી ટનલ બોરિંગ મશીન ભારતના મુંબઈ પોર્ટ પર પહોંચી ગઈ છે. આ મશીનને જર્મનીની કંપનીના ચીન યુનિટે તૈયાર કર્યું છે. ચીનથી આ મશીન ભારત પહોંચ્યું છે.
૧૩.૬૫ મીટર વ્યાસવાળી ટનલ બોરિંગ મશીનનો ભારતમાં પ્રથમવાર કોઈ રેલ પ્રોજેક્ટમાં ઉપયોગ થશે. મેટ્રો ટનલમાં ઉપયોગ થનાર ટર્નલ મશીનનો વ્યાજ ૫થી ૬ મીટરનો હોય છે. ચીનથી આ મશીન ટુકડામાં આવી છે, જેને એસેમ્બલ કરવામાં ઓછામાં ઓછા ૯૦ દિવસનો સમય લાગશે. મિક્સ્ડ-શીલ્ડ ટનલ બોરિંગ મશીનને ખોદકામ વાળી સાઇટ સુધી પહોંચાડવા માટે ૧૫૦થી વધુ ટ્રેલરોની જરૂર પડશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના એમડી અચલ ખરે પ્રમાણે સમુદ્રની નીચે ૭ કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં સરળતા થશે. ઠાણે ક્રીકની નીચે આ સાત કિમીની ટનલ બનવાની છે. સમુદ્ર સપાટીથી આ ટનલની ઊંચાઈ ૨૫-૬૫ મીટર છે.
ચીનથી આવેલ આ ટીએમસી મશીન ખાસ કંપન અને અવાજની સાથે જમીનનું કટિંગ કરી ઝડપથી ખોદકામ કરે છે. કટિંગ અને ખોદકામની સાથે-સાથે આ મશીન કાટમાળ હટાવવા અને ટનલને કોંક્રીટથી મજબૂત કરવાનું કામ પણ કરશે.
રેલ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ ૨૦૨૭ સુધી શરૂ થવાની આશા છે. પ્રથમ તબક્કામાં તે ગુજરાતના સુરતથી બિલિમોરા સેક્શન વચ્ચે ચાલશે