Last Updated on by Sampurna Samachar
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર
વિપક્ષના સાંસદોની માગણી છે કે આ બિલને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિપક્ષના ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રાન્સજેન્ડર સંરક્ષણ બિલને પસાર કરી દીધુ છે. વિપક્ષના સાંસદોની માગણી છે કે આ બિલને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવે. જ્યારે સરકારે કહ્યું છેકે બિલમાં કઇ જ વાંધાજનક નથી. અંતે તેને લોકસભામાંથી પસાર કરી દેવાતા હવે રાજ્યસભામાં મોકલાશે.
![]()
ટ્રાન્સજેન્ડર પર્સન્સ સુધારા બિલ ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન જવાબ આપતાસામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું હતું કે આ પ્રસ્તાવિત બિલનો ઉદ્દેશ્ય એવા લોકોનેસુરક્ષા પુરી પાડવાનો છે કે જેઓ પોતાની બાયોલોજિકલ ઓળખને કારણે બહિષ્કારનો સામનો કરી રહ્યા છે.
ભાજપે તેમાં ટ્રાન્સજેન્ડર્સને પણ સામેલ કરી દીધા
ટ્રાન્સજેન્ડર વ્યક્તિને તમામ અધિકારો મળતા રહેશે. જ્યારે ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસ સાંસદજ્યોતીમણીએ કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર સમાજ સાથે ચર્ચા કર્યા વગર જ આ બિલ રજુ કરી દેવાયું છે, ઓળખમાટે મેડિકલ બોર્ડ રચવુ અયોગ્ય છે. સપા સાંસદ આનંદ ભદોરિયાએ પણ કહ્યું હતું કે સરકાર દાવો કરે છે કેઆ બિલ ટ્રાન્સજેન્ડરોના હિત માટે છે તો પછી ટ્રાન્સજેન્ડરો રસ્તા પર આ બિલનો વિરોધ કેમ કરી રહ્યા છે? ભાજપ ઇચ્છે છે કે તમામ લોકો લાઇનમાં ઉભા રહે, હવે ભાજપે તેમાં ટ્રાન્સજેન્ડર્સને પણ સામેલ કરી દીધા છે.
બિલમાં વ્યંડળ સમાજની વ્યાખ્યા સ્પષ્ટ નથી, વિપક્ષનો દાવો છે કે સરકારે આ બિલમાંથી ગે અને લેસ્બિયનનેબહાર કરી દીધા છે. સરકારે આવા અનેક લોકોને ટ્રાન્સજેન્ડરમાંથી બહાર કરીને તેમના અધિકારોથી વંચિતકરી દીધા છે.
અન્ય એક જોગવાઇ ટ્રાન્સજેન્ડર માટે ફરજિયાત મેડિકલ તપાસની છે, જેનો વિરોધ થઇ રહ્યો છે. જ્યારે કોઇટ્રાન્સજેન્ડર હોય તો સ્વેચ્છાએ તેની જાહેરાત કરવાનો અધિકાર ધરાવે છે તેવી દલીલ વિપક્ષ કરી રહ્યો છે.