Last Updated on by Sampurna Samachar
ગોમતીપુરમાં અર્બન હેલ્થ સેન્ટર પાસે કપડાના પથારામાં આગ લાગી
સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને ન્યાયી તપાસની રજૂઆત કરવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં અર્બન હેલ્થ સેન્ટર નજીક ફૂટપાથ પર પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ વેપારીઓના જૂના કપડાના જથ્થામાં ૮ એપ્રિલની વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.

જો કે, આ આગ અકસ્માતે લાગી છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા જાણી જોઈને લગાડવામાં આવી છે, તેનેલઈને સ્થાનિકોમાં ભારે રોષ અને અસમંજસ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોમતીપુર ચાર રસ્તા પાસે આવેલા શાકમાર્કેટ અને અર્બન હેલ્થ સેન્ટરની બહારનાભાગે આ ઘટના બની હતી. અહીં ફૂટપાથ પર કેટલાક સામાન્ય અને ગરીબ પરિવારો જૂના કપડાંનો પથારોલગાવીને પોતાનો વેપાર ધંધો કરી પરિવારનું પેટ પાળે છે.
સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને ન્યાયી તપાસ
આ કપડાના મોટાજથ્થામાં અને ત્યાં ઉભેલી એક લારીમાં આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને આસપાસ રહેતા લોકો સફાળા જાગી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જવાનોએ પાણીનોમારો ચલાવીને ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુફેલાતા અટકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગરીબ વેપારીઓનો માલબળીને ખાખ થઈ જતા તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આગની આ ઘટના બાદ સ્થાનિકો અને વેપારીઓમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક સૂત્રોનું સ્પષ્ટપણેમાનવું છે કે આ આગ અકસ્માતે નથી લાગી, પરંતુ કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ વહેલી સવારે આવીને જાણી જોઈને આગ લગાડી હોવાની પ્રબળ આશંકા છે. આ મામલે સત્ય બહાર લાવવા અને ગરીબવેપારીઓને ન્યાય અપાવવા માટે સ્થાનિકો દ્વારા ગોમતીપુર પોલીસ મથકે પહોંચીને એક આવેદનપત્રઆપવામાં આવ્યું છે, જેમાં આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી તટસ્થ તપાસની ઉગ્ર માંગ કરવામાં આવીછે.