Last Updated on by Sampurna Samachar
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગામનુ ભૂમિપૂજન કર્યું
લાંબા સમયથી હિંદુ રાષ્ટ્રની કલ્પના પર સક્રિય
(સંપૂર્ણ સમાચાર સેવા )
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિંદુ એકતા યાત્રા પછી દેશના પ્રથમ હિન્દુ ગામનો પાયો નાખ્યો છે. આ ગામ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ વૈદિક મંત્રોના જાપ સાથે ભૂમિપૂજન કરીને આ ગામનો શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે કન્યા પૂજા પણ કરી હતી અને કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્રનું સ્વપ્ન હિન્દુ ઘરથી જ શરૂ થાય છે. જ્યારે હિંદુ પરિવારો, હિંદુ સમાજ અને હિંદુ ગામોની રચના થશે, ત્યારે જ હિંદુ તાલુકા, હિંદુ જિલ્લો અને હિંદુ રાજ્યનું સ્વપ્ન સાકાર થશે. તેમણે કહ્યું કે આ માત્ર એક ગામ નથી, પરંતુ હિન્દુ રાષ્ટ્રનો પાયો છે. તેને વાસ્તવિકતા બનાવવા માટે આપણે બધાએ સાથે આવવું પડશે.
પહેલાં દિવસે બે પરિવારો સ્થાયી થયા
બાગેશ્વર ધામ (ગઢા) માં બનાવવામાં આવનાર આ હિન્દુ ગામમાં લગભગ ૧,૦૦૦ પરિવારો વસવાટ કરશે. બાગેશ્વર ધામ જનસેવા સમિતિ સનાતન ધર્મ પ્રેમીઓને જમીન આપશે, જેના પર ઇમારતો બાંધવામાં આવશે. પહેલા જ દિવસે બે પરિવારો અહીં સ્થાયી થવા સંમત થયા અને કાગળની કાર્યવાહી પૂર્ણ કરી.
આ સિવાય આ હિન્દુ ગામમાં લગભગ ૫૦ લોકો ઘર બનાવવા માટે આગળ આવ્યા છે. બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લાંબા સમયથી હિંદુ રાષ્ટ્રની કલ્પના પર સક્રિય છે. તેમનું માનવું છે કે આ પહેલ એક મોટી ક્રાંતિની શરૂઆત હશે અને સનાતન સંસ્કૃતિને મજબૂત કરવામાં મદદ કરશે.